Health tips:જો આપ શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રાને સંતુલિત રાખવા માંગો છો તો. આપને ડાયટમાં બદલાવ કરવો પડશે. આપને આદુ, આંબળા, જીરા વરિયાળી જેવી વસ્તુઓ ડાયટમાં સામેલ કરવી પડશે.
શું તમે જાણો છો કે, આપણા શરીરમાં સારું અને ખરાબ બને કોલેસ્ટ્રોલ હોય છે. આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું નિર્માણ ખોટું નથી જો કે તે સારું હોવું જોઈએ. ઘણા લોકોના લોહીની નસોમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થાય છે, જેના કારણે તેમની ધમનીઓ ખૂબ જ સખત અથવા બ્લોક થઈ જાય છે. આ કિસ્સામાં, તમને હાર્ટ સ્ટ્રોક પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે આપણું શરીર કેટલું ખરાબ કોલેસ્ટ્રોલ સહન કરી શકે છે અને કઈ એવી આયુર્વેદિક ઔષધિઓ છે, જેના કારણે ખરાબ કોલેસ્ટ્રોલ 2 દિવસની અંદર લોહીની નળીઓમાંથી બહાર આવી શકે છે.
શરીરમાં બેડ કોલેસ્ટ્રોલની માત્રા કેટલી હોવી જોઇએ
મીડિયા રિપોર્ટ મુજબ 20 વર્ષથી વધુ ઉંમરની મહિલામાં એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ 100 મીલીગ્રામડીએલથી ઓછું હોવું જોઇએ. તો 20 વર્ષથી વધુ વર્ષના પુરૂષોમાં 100 મીલિગ્રામ ડીએલથી ઓછું હોવું જોઇએ.
આ ફૂડને ડાયટમાં સામેલ કરીને આપ બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરી શકો છો
આ ફૂડને ડાયટમાં સામેલ કરીને આપ બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરી શકો છો,આંબળા એક બેસ્ટ ફ્રટ છે. કોશિશ કરો કે રોજ એક આંબળાનું સેવન કરવામાં આવે. તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ સંતુલિત રહે છે. આ સિવાય આપ જીરૂ, કોથમીર, વરિયાળીને પણ ડાયટમાં સામેલ કરો. તેનાથી પણ બેડ કોલેસ્ટ્રોલનું લેવલ સંતુલિત રહે છે.
લસણ પણ આપ ખાઇ શકો છો. તેનાથી પણ આપનું કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રિત રહેશે. આ સિવાય આપ રોજ લીંબુને પણ આપની ડાયટમાં સામેલ કરો. તેનાથી પણ ખરાબ કોલેસ્ટ્રોલ બહાર નીકળી જશે.આ ફૂડ સિવાય આપ આદુને ડાયટમાં સામેલ કરો. તેનાથી આપના શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલ બહાર નીકળી જશે. ખાલી પેટે લસણની બે કળીનું સેવન કરવાથી પણ ઘણો ફાયદો થાય છે અને બેડ કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે. આ તમામ ફૂડને ડાયટમાં સામેલ કરવાથી બેડ કોલેસ્ટ્રોલ સંતુલિત રહે છે.