Skin Care Tips: બદામમાં વિટામિન ડી, પ્રોટીન, મેગ્નેશિયમ, ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. તેનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા લાંબા સમય સુધી યંગ રહે છે.
ગરદનની કરચલીઓ એ વૃદ્ધત્વનું પ્રારંભિક લક્ષણ છે. આ ઉપરાંત, કરચલીઓ માટે વધુ પડતા સૂર્યના સંપર્ક, પોષક તત્વોનો અભાવ, અયોગ્ય દીનચર્યાં ત્વચાની સંભાળ ન લેવી વગેરે જવાબદાર છે. બદામની મદદથી કરચલીઓ દૂર કરવાની કેટલીક રીતો. બદામમાં વિટામિન ડી, પ્રોટીન, મેગ્નેશિયમ, ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ છે. તેનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા લાંબા સમય સુધી યંગ રહે છે. સ્કિન માટે કેવી રીતે કરશો તેનો ઉપયોગ જાણીએ
બદામ પેક- સૌ પ્રથમ 4 થી 5 બદામ લો અને તેને પીસીને પાવડર બનાવી લો. તેને પાણીમાં અથવા મુલતાની માટી સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો. પછી તેને ગરદન પર લગાવો. અડધા કલાક પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં એકવાર તેનો ઉપયોગ કરો.
બદામનું તેલ
રાત્રે ફેસ વોશ કર્યા બાદ બદામનું તેલ ગરદન પર ઉપરની તરફ મૂવમેન્ટ કરતા મસાજ કરો. યે બંને હાથની મદદથી ત્વચા પર માલિશ કરો. મસાજ કર્યા પછી તેને રાતભર સ્કિન પર રહેવા દો. બદામના તેલમાં લિનોલેનિક એસિડ હોય છે જે ત્વચાને પોષણ અને મોઇશ્ચરાઇઝ કરવામાં ઘણી મદદ કરે છે.
બદામ સ્ક્રબ
4 થી 5 બદામ લો અને તેને બારીક પીસી લો. પછી તેમાં મધ મિક્સ કરીને ગરદન પર લગાવો. તેને લગભગ 20 મિનિટ સુધી રહેવા દો. પછી તેને થોડા સ્વચ્છ પાણીથી ભીની કરો અને ધીમે ધીમે ઘસો અને પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો આ પ્રયોગથી સ્કિન યંગ અને સોફ્ટ રહે છે.
આપને 24 કલાકમાં ઓછામાં ઓછી 2 વખત ગરદનને ધોવી જોઈએ, ગરદન પર સનસ્ક્રીન લગાવવું જોઈએ, જેમાં ઓછામાં ઓછું 15થી વધુ એસપીએફ હોય, સ્કિને હાઇડ્રેઇટ રાખવા માટે પુરતુ પાણી પીવો, ફળોનું જ્યુસ પીવો, સપ્તાહમાં બેથી ત્રણ વખત નારિયેળ પાણી પીવો, બદામન સેવનથી પણ સ્કિન હેલ્ધી અને યંગ રહે છે.