Heart Attack Causes: અત્યાર સુધી કોલેસ્ટ્રોલને હાર્ટ એટેક માટે જવાબદાર માનવામાં આવતું હતું. પરંતુ એક નવો અભ્યાસ સૂચવે છે કે, વિટામિન B3 પણ તેનું કારણ બની શકે છે. તેને વધુ પડતું લેવાથી ચેતાને નુકસાન થઈ શકે છે.
વિટામિનના અભાવે આપણે વીકનેસ અનુભવીએ છીએ. વિટામિન શરીર માટે ઇંધણ જેવું કામ કરે છે. કોઈપણ કામ કરવા માટે શરીરને તેમની જરૂર હોય છે. વિટામિનની ઉણપને કારણે હાડકાં તૂટવા લાગે છે, યાદશક્તિ પણ ઓછી થઇ જાય છે, જ્ઞાનતંતુઓમાં દુખાવો થવા લાગે છે, આંખોની રોશની જતી રહે છે.
તાજેતરના એક સંશોધને બધાને ચોંકાવી દીધા જ્યારે તે બહાર આવ્યું કે વિટામિન હાર્ટ એટેકનું કારણ બની શકે છે. તેનું નામ વિટામિન B3 છે જેને નિયાસિન તરીકે પણ ઓળખવામાં આવે છે. નર્વસ સિસ્ટમ, પાચનતંત્ર અને ત્વચાને તેની જરૂર છે. પહેલાં, તેનો ઉપયોગ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે થતો હતો.
સંશોધકોએ નોંધ્યું કે, જ્યારે વિટામિન B3 તૂટી જાય છે, ત્યારે 4PY નામની આડપેદાશ રચાય છે. જ્યારે તેનું સ્તર જરૂરી સ્તર કરતાં વધી જાય છે, ત્યારે રુધિરાભિસરણ તંત્રમાં સોજો શરૂ થાય છે. જેના કારણે લોહીની ધમનીઓને નુકસાન થાય છે અને એથેરોસ્ક્લેરોસિસ નામનો રોગ થાય છે. આશ્ચર્યજનક વાત એ છે કે સંશોધનમાં એથેરોસ્ક્લેરોસિસથી પીડિત દર્દીઓનું કોલેસ્ટ્રોલ સ્તર સામાન્ય હતું. ન્યુઝ મેડિકલ લાઇફ સાયન્સ (રેફ.) એ નેચર પર પ્રકાશિત આ અભ્યાસ વિશે માહિતી આપી હતી.
વિટામિન બી3થી કેવી રીતે બચશો
ખોરાક દ્વારા વધારાનું વિટામિન B3 મેળવવું ખૂબ મુશ્કે છે. પરંતુ હવે સપ્લીમેન્ટ્સ લેવાનું ચલણ વધ્યું છે જેમાં તેનું પ્રમાણ વધુ હોય છે. તે ઘણા પ્રોસેસ્ડ અને તૈયાર ફૂડમાં પણ ઉમેરવામાં આવે છે. તેને એકસાથે લેવાથી હૃદયને વધુ નુકસાન થાય છે.
હાર્ટ અટેકનું સામાન્ય કારણ
નસનો એક પ્રકાર ઓક્સિજન અને પોષણને લોહીમાં મિક્સ કરીને શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડે છે. જ્યારે આ નસોની દીવાલો પર ચરબી કે પ્લાક જમા થવા લાગે છે, ત્યારે નસો સંકોચાય છે. આ સ્થિતિને એથરોસ્ક્લેરોસિસ કહેવામાં આવે છે.નિયાસિનનું વજન મિલિગ્રામમાં થાય છે. પુરુષો અને સ્ત્રીઓની જુદી જુદી જરૂરિયાતો હોય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ કિશોરવયના પુરૂશ અને ફિમેલ માટે 16 અને 14 મિલિગ્રામ NEની ભલામણ કરે છે. તો 19 વર્ષથી વધુ ઉંમરના પુરુષોએ દરરોજ 16 mg NE અને સ્ત્રીઓએ 14 mg NE લેવું જોઈએ. આનાથી વધુ માત્રા નુકસાન પહોંચાડી શકે છે.