Roti Samosa Recipe: ભારતીય પરિવારોમાં લંચ હોય કે ડિનર દરેકને રોટલી ખાવાનું ગમે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ પૌષ્ટિક છે. ત્યારે કામ કરતા લોકો માટે ટિફિન લઈ જવાનું સરળ છે. બીજી તરફ જો તમને ઘરમાં ભોજન કરતી વખતે ગરમાગરમ રોટલી મળે તો મજા આવી જાય. ઘણીવાર આપણા ઘરોમાં રોટલી વધી પડે છે કારણ કે કોઈના કોઈ સભ્ય બહાર હોય અથવા બહાર જમીને આવ્યું હોય. જેના લીધે રોટલી બચે છે. અને આ વધેલી રોટલીને ફેકવાનું મન ના થતું હોય તો આજે અમે તમને એક રેસિપી જણાવીશું જેમાં તમે બચેલી રોટલીનો ઉપયોગ કરી શકો છો
બચેલી રોટલીમાંથી બનાવો યુનિક રેસિપી
અત્યાર સુધી તમે ઘણા પ્રકારના સમોસા ખાધા હશે અને બનાવ્યા હશે. આજે અમે તમને વધેલી રોટલામાંથી ટેસ્ટી સમોસા બનાવવાની રેસિપી જણાવી રહ્યા છીએ (Roti Samosa Recipe). બીજી તરફ, કેટલાક લોકો મેંદાના લોટના બનેલા સમોસા ખાતા નથી. આવી સ્થિતિમાં જો તમે વધેલી રોટલીમાંથી સમોસા બનાવશો, તો તે ખાવામાં સ્વાદિષ્ટ બનશે અને તેનાથી કોઈ નુકસાન થશે નહીં. આજે અમે તમને વધેલી રોટલીની અદભૂત રેસિપી જણાવી રહ્યા છીએ.
રોટલી સમોસા બનાવવા માટેની સામગ્રી
બચેલી રોટલી - 4
બાફેલા બટાકા - 2-3
ચણાનો લોટ - 3 ચમચી
લીલા મરચા સમારેલા - 2
લાલ મરચું પાવડર - 1/2 ચમચી
ગરમ મસાલો - 1/2 ચમચી
કલોંજી - 1/2 ચમચી
લીલી કોથમીર
તેલ - તળવા માટે
મીઠું - સ્વાદ મુજબ
સમોસા બનાવવા માટે આ રીતે મસાલો તૈયાર કરો
સૌ પ્રથમ બાફેલા બટાકાને સારી રીતે મેશ કરી લો. હવે એક પેનમાં તેલ મુકો. હવે તેમાં વરિયાળી અને લીલા મરચાં નાખીને થોડી સેકંડ માટે સાંતળો. આ પછી તેમાં બાફીને છૂંદેલા બટાકાને કડાઈમાં નાખો. થોડીવાર તેને હલાવતા રહો. હવે તેમાં સ્વાદ અનુસાર બધા મસાલા અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તેની ઉપર કોથમીર નાખી તેને થોડા ઠંડા થવા દો
બ્રેડ સમોસા રેસીપી
સૌપ્રથમ ચણાના લોટનું ઘટ્ટ બેટર તૈયાર કરો. હવે રોટલીને વચ્ચેથી કાપી લો. હવે એક ટુકડો લો અને તેમાંથી કોન બનાવો અને તેમાં બટાકાનો મસાલો ભરો. તેને સમોસાનો આકાર આપો અને તેને ચણાના લોટની મદદથી ચોંટાડો. હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેને ડીપ ફ્રાય કરો. તેને ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.