Anti Aging Harbs:શિલાજીત શરીરને ફાયદાકારક પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ પ્રદાન કરે છે. શિલાજીત એક આયુર્વેદિક ઔષધિ છે જે પર્વતોના ખડકોમાં ઉગે છે. જે મોહક ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેનાથી શરીરની નબળાઈ દૂર થાય છે અને શક્તિ વધે છે. તેમાં વૃદ્ધત્વ વિરોધી ગુણો હોવાનું માનવામાં આવે છે જેથી તેના સેવનથી વધતી ઉંમરની અસર ઓછી થાય છે. શિલાજીત  વૃદ્ધાવસ્થાના લક્ષણોને દૂર રાખે છે. જે વ્યક્તિ તેનું સેવન કરે છે તે 60 વર્ષ પછી પણ યંગ દેખાય છે.


શિલાજીતના સેવનના ફાયદા


શિલાજીતના સેવનના એક નહિ અનેક ફાયદા છે.  તેનું નિયમિત સેવન કરવાથી બ્રેઇનની ક્ષમતા પણ વધે છે. તે સ્કિનને કોલેજનને બૂસ્ટ કરે છે. શિલાજીતથી  ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધે છે, જે  કરચલીઓ અટકાવે છે, આયર્નની ઉણપને શિલાજીત દૂર કરે છે. પ્રજનનક્ષમતા પણ શિલાજિત વધારે  છે, શિલાજીત  હૃદયને પણ હેલ્ધી રાખે  છે, શિલાજિતનું  સેવન હાડકાંને પણ મજબૂત બનાવે છે અને તેના સેવનથી  દુખાવાથી પણ રાહત મળે છે.શિલાજીતથી થતાં ફાયદા શરીરને સંપૂર્ણ સ્વસ્થ બનાવે છે.                   


આ લોકો માટે શિલાજીતનું સેવન નુકસાનકારક 


 કેટલાક લોકોને શિલાજીત લેવાથી એલર્જી હોય છે. સિકલ સેલ એનિમિયા અને ઉચ્ચ આયર્ન લેવલ ધરાવતા લોકો પણ તેનો ઉપયોગ કરી શકતા નથી. શિલાજીતના વધુ પડતા સેવનથી તમને વારંવાર પેશાબની સમસ્યા પણ થઈ શકે છે. જો પ્યોર શિલાજિત ન હોય તો પણ  નશો થઈ શકે છે, કારણ કે તેમાં માયકોટોક્સિન (ફૂગ દ્વારા ઉત્પાદિત એક ઝેરી પદાર્થ) અને મુક્ત રેડિકલ વગેરે હોય છે. આ સિવાય શિલાજીતની પ્રકૃતિ ગરમ છે. જેના  જેના વધુ પડતા સેવનથી માથાનો દુખાવો થઈ શકે છે.આયુર્વેદિક નિષ્ણાતોના મતે, કાચા શિલાજીતમાં હેવી મેટલ આયનો, ફ્રી રેડિકલ્સ, ફૂગ અને અન્ય  વસ્તુઓ  હોઈ શકે છે, જે  સ્વાસ્થ્યને ગંભીર નુકસાન કરી  છે. અહીં શિલાજીતની કેટલીક આડઅસરો છે. શિલાજીતથી  શરીરમાં યુરિક એસિડનું ઉત્પાદન વધી શકે છે. તેનાથી સંધિવાની સમસ્સયા પણ સર્જાઇ શકે  છે, શિલાજીત આયર્નનું સ્તર વધારી શકે છે.શરીરમાં આયર્નનું વધુ પડતું સંચય હેમોક્રોમેટોસિસ જેવી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.