Skin Care:દરેક વ્યક્તિ સ્વચ્છ, મુલાયમ અને દોષરહિત ત્વચા ઇચ્છે છે. ખાસ કરીને સ્ત્રીઓ ઇચ્છે છે કે, તેમની ત્વચા અરીસામાં જુએ ત્યારે દોષરહિત દેખાય. જોકે, ખીલ અને ખીલના નિશાન સુંદરતા પર ડાઘ લાગડે છે. કેટલીક વખત ખીલ મટે છે ત્યારે તે જગ્યાએ ખાડા અને ડાઘ છોડી જાય છે જે લાંબા સમય સુધી રહે છે. આ જ કારણ છે કે લોકો મોંઘા સૌંદર્ય ઉપચારનો આશરો લે છે અને તેને મેકઅપમાં છુપાવે છે. તો કેટલાક ઘરેલું ઉપચાર તેને જડમૂળથી રિપેર કરે છે. જાણીએ કેવી રીતે
ચહેરા પર ખાડા કેમ દેખાય છે?
જ્યારે ખીલ સોજો આવે છે, પીડાદાયક હોય છે અથવા વારંવાર થાય છે, ત્યારે તે ત્વચાના આંતરિક સ્તરને નુકસાન પહોંચાડે છે. કેટલાક લોકો ખીલને દબાવી દે છે અથવા ફોડી નાખે છે, જે ચેપ વધારે છે અને ત્વચાને યોગ્ય રીતે રિપેર થતી અટકાવે છે. આના કારણે ચહેરા પરના ખાડા ખીલ અથવા ડાઘ રહી જાય છે.
બટાકાનો રસ ડાઘ દૂર કરવામાં કરે છે મદદ
બટાકાને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં એવા તત્વો હોય છે જે ડાઘને લાઇટ કરવામાં મદદ કરે છે. આ કરવા માટે, બટાકાને છીણી લો, તેનો રસ કાઢો અને તેમાં નાળિયેર તેલના બે થી ત્રણ ટીપાં ઉમેરો. આ મિશ્રણને ખાડાવાળા વિસ્તાર પર હળવા હાથે માલિશ કરો. આ ત્વચાનો રંગ પણ સુધારી શકે છે અને ડાઘ પણ દૂર થશે.
આઇસ ક્યુબથી કરો માલિશ
બરફના ટુકડાથી માલિશ કરવાથી છિદ્રો પુરાઇ જાય છે અને ત્વચા ઠંડક પામે છે. પપૈયા, એલોવેરા અથવા નારંગીના રસને આઇસકયુબમાં જમાવો આ ટૂકડાથી ખાડા પર માલિશ કરો. દરરોજ આ ટિપ્સ ફોલો કરવાથી ખીલના ખાડા પણ રિપેર થઇ શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો