શોધખોળ કરો

Skin Care Tips: રાત્રે સૂતા પહેલા ક્યારેય ન કરો આ 3 ભૂલો; ત્વચા અકાળે થવા લાગશે વૃદ્ધ

Skin Care Tips: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની સ્કીન હંમેશા હેલ્ધી, સ્મૂધ અને યંગ દેખાય. આ માટે લોકો મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદે છે, સારો ડાયેટ લે છે અને રોજ 7-8 કલાકની ઊંઘ પણ પૂરી કરે છે. પરંતુ ઘણીવાર લોકોની ફરિયાદ હોય છે કે આટલું બધું કરવા છતાં પણ સ્કીન ડ્રાય અને ડલ દેખાય છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મોડી રાત્રે મોબાઈલ પાસે રાખી સૂવાથી ત્વચા વૃદ્ધ દેખાય છે.
  • આખી રાત AC ચાલુ રાખવાથી ત્વચાનો ભેજ ઘટે છે.
  • રાત્રે મોડું જમવાથી ત્વચાના કોષો રિપેર થતા નથી.

Skin Care Tips: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની સ્કીન હંમેશા હેલ્ધી, સ્મૂધ અને યંગ દેખાય. આ માટે લોકો મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદે છે, સારો ડાયેટ લે છે અને રોજ 7-8 કલાકની ઊંઘ પણ પૂરી કરે છે. પરંતુ ઘણીવાર લોકોની ફરિયાદ હોય છે કે આટલું બધું કરવા છતાં પણ સ્કીન ડ્રાય અને ડલ દેખાય છે અથવા ઉંમર પહેલા જ સ્કીન પર એજિંગના ચિહ્નો દેખાવા લાગ્યા છે. જો તમે પણ આ લોકોમાંથી એક છો, તો તમને જણાવી દઈએ કે આની પાછળ તમારી કેટલીક સામાન્ય આદતો જવાબદાર હોઈ શકે છે. નિષ્ણાતોના મતે સૂતી વખતે કરવામાં આવતી 3 ભૂલો સ્કીનને સમય પહેલા જ ઘરડી બનાવે  છે. ચાલો જાણીએ કઈ છે આ આદતો અને તેનાથી કેવી રીતે બચી શકાય.

સૂતી વખતે ક્યારેય ન કરો આ 3 ભૂલો:

આ પણ વાંચો...Monsoon Health Care Tips: શું ચોમાસામાં તમારા બાળકો પણ જલદી બીમાર પડી જાય છે? આ રીતે રાખો તમારા સંતાનોની સંભાળ

નંબર 1- માથા પાસે મોબાઈલ રાખીને સૂવું:

મોટાભાગના લોકો સૂતી વખતે ફોન વાપરે છે અને પછી મોબાઈલને તકિયા પાસે રાખીને જ સૂઈ જાય છે. નિષ્ણાતો જણાવે છે કે, તમારી આ આદત તમારી સ્કીનને સીધું નુકસાન પહોંચાડે છે. મોબાઈલમાંથી નીકળતા EMF રેડિયેશન ફ્લાઈટ મોડમાં પણ શરીર પર અસર કરી શકે છે. આનાથી મેલાટોનિન હોર્મોન પ્રભાવિત થઈ શકે છે. મેલાટોનિન માત્ર સારી ઊંઘ માટે જ જરૂરી નથી, પરંતુ તે શરીર અને સ્કીનના રિપેરિંગમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ હોર્મોનમાં માત્ર 30% નો ઘટાડો થવાથી પણ તમારી ત્વચા 10 વર્ષ સુધી ઘરડી દેખાઈ શકે છે. આવામાં હંમેશા તમારા મોબાઈલને બેડથી થોડો દૂર રાખીને સૂવો.

નંબર 2- આખી રાત AC ચાલુ રાખીને સૂવું:

ઉનાળામાં કે ગરમીમાં AC વગર સૂવું મુશ્કેલ લાગે છે, પરંતુ આખી રાત AC ચલાવવાથી રૂમની હવા ડ્રાય થઈ જાય છે. વળી, સતત 7 થી 8 કલાક સુધી આવી સૂકી હવામાં રહેવાથી સ્કીન પોતાનો ભેજ ગુમાવવા લાગે છે. આનાથી ત્વચા રૂક્ષ થઈ જાય છે અને સમય જતાં કરચલીઓ, ફાઈન લાઈન્સ અને ડાર્ક સર્કલ જેવી સમસ્યાઓ વધી જાય છે. તેથી રાતભર AC ચલાવવાનું ટાળો. જો AC ચલાવવું જરૂરી જ હોય, તો રૂમમાં પાણીથી ભરેલી ડોલ કે મોટું વાસણ મૂકી દો. આનાથી રૂમમાં થોડો ભેજ જળવાઈ રહેશે.

નંબર 3- રાત્રે મોડેથી જમવું:

આ બધાથી અલગ જો તમે રોજ રાત્રે 9 વાગ્યા પછી જમો છો, તો આ આદતને પણ બદલવાની જરૂર છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર, સૂવાના શરૂઆતના થોડા કલાકોમાં બોડીનો રિપેર મોડ ઓન થાય છે. ગ્રોથ હોર્મોન રિલીઝ થાય છે, જે સ્કીનના નવા કોષો બનાવવા અને તેને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. પરંતુ જ્યારે તમે મોડેથી જમો છો, ત્યારે શરીરનો મોટાભાગનો સમય ખોરાક પચાવવામાં જતો રહે છે. આવા સમયે સ્કીનને રિપેર થવાનો પૂરો સમય મળી શકતો નથી અને ત્વચા પર સમય પહેલા જ ઘડપણ દેખાવા લાગે છે.

ડોક્ટર જણાવે છે કે, ખૂબસૂરત, હેલ્ધી અને યંગ દેખાતી સ્કીન માત્ર મોંઘા પ્રોડક્ટ્સ લગાવવાથી નથી મળતી, પરંતુ તમારી રોજની આદતો પણ આમાં મોટી ભૂમિકા ભજવે છે. સારી લાઈફસ્ટાઈલ અપનાવવી એ જ સુંદર ત્વચા મેળવવાનો સૌથી સરળ અને અસરકારક રસ્તો છે.

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંશોધન અભ્યાસો અને નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે. આ કોઈપણ તબીબી સલાહનો વિકલ્પ નથી. કોઈપણ નવો ફેરફાર કે નવી પ્રવૃત્તિ શરૂ કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટર અથવા સંબંધિત આરોગ્ય નિષ્ણાતની સલાહ અવશ્ય લો.)

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

સૂતી વખતે મોબાઈલ ફોન નજીક રાખવાથી ત્વચાને શું નુકસાન થાય છે?

મોબાઈલમાંથી નીકળતા EMF રેડિયેશન મેલાટોનિન હોર્મોનને પ્રભાવિત કરે છે, જે સારી ઊંઘ અને ત્વચાના રિપેરિંગ માટે મહત્વનો છે. આનાથી ત્વચા સમય પહેલા ઘરડી દેખાઈ શકે છે.

આખી રાત AC ચાલુ રાખીને સૂવાથી ત્વચા પર શું અસર થાય છે?

આખી રાત AC ચાલુ રાખવાથી રૂમની હવા સૂકી થઈ જાય છે, જેના કારણે ત્વચા પોતાનો ભેજ ગુમાવવા લાગે છે. આનાથી ત્વચા રૂક્ષ બને છે અને કરચલીઓ તેમજ ફાઈન લાઈન્સ જેવી સમસ્યાઓ વધી શકે છે.

રાત્રે મોડેથી જમવાની આદત ત્વચાને કેવી રીતે અસર કરે છે?

રાત્રે મોડેથી જમવાથી શરીરનો મોટાભાગનો સમય ખોરાક પચાવવામાં વ્યતીત થાય છે. આનાથી ત્વચાને રિપેર થવાનો પૂરતો સમય મળતો નથી, જેના પરિણામે ત્વચા પર સમય પહેલા જ ઘડપણ દેખાવા લાગે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Advertisement

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
Embed widget