Weight Loss Diet Tips :તાજેતરમાં જ સ્મૃતિ ઈરાનીએ જોરદાર ટ્રાન્સફોર્મેશન કરતા  ઘણું વજન ઘટાડ્યું છે. જેની દરેક રીતે પ્રશંસા થઈ રહી છે. તેને ફિટ રહેવા અને વજન ઘટાડવાની ટીપ્સ અભિનેતા જેકી શ્રોફ પાસેથી મળી હતી.


ટીવી એક્ટ્રેસમાંથી રાજકારણી બનેલી સ્મૃતિ ઈરાની પોતાના કામને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. છેલ્લા દોઢથી બે વર્ષથી સ્મૃતિ તેના જંગી વજન ઘટાડવા અને ફિટનેસ લેવલને લઈને ઘણી ચર્ચામાં છે. તેણે ઘણુ  વજન ઘટાડ્યું છે. હવે તે પહેલાની સરખામણીમાં સ્વસ્થ અને ફિટ દેખાય છે. સ્મૃતિને તેના પરિવર્તન માટે પ્રશંસા પણ મળી છે. સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, વેઇટ લોસ માટે તેમને સૌથી વધુ મદદ  સ્પેશિયલ ડાયટ ચાર્ટથી મળી, જે તેમને બોલિવૂડ એક્ટર જેકી શ્રોફ દ્વારા આપવામાં આવી હતી. ચાલો જાણીએ કે, જેકી દાદાએ સ્મૃતિ ઈરાનીને શું ખાવાની સલાહ આપી અને તેનાથી તમને કેટલો ફાયદો થઈ શકે છે.




જેકી શ્રોફનો ડાયટ પ્લાન


સ્મૃતિ ઈરાનીએ જેકી શ્રોફ અને 'ખિચડી' ફેમ પ્રોડ્યુસર જેડી મજીઠિયા સાથેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ સ્પેશિયલ ડાયટ પ્લાનનું વર્ણન કરતાં તેણે કેપ્શનમાં લખ્યું- મને આ બંને પાસેથી વજન ઘટાડવાની બે અલગ-અલગ ટિપ્સ મળી છે. જેકી દાદાએ કહ્યું, 'ભીડું, વજન કમ કર, ફિટ રહે ફેટ નહિ રે’  ઇંડા ખા,  રીંગણ ખાઓ, બ્રેડ ન ખાવો, જેકીએ સ્મૃતિને દેશી ડાયટ ફોલો કરીને વજન ઉતારવાની સલાહ આપી હતી.


બેકરી પ્રોડક્ટસ અવોઇડ કરો


વજન ઘટાડવા માટે, વ્યક્તિએ બેકરી ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. બ્રેડ, પેસ્ટ્રી અને કૂકીઝ જેવા ખાદ્યપદાર્થોમાં મેંદા, સુગર, અને ચરબીની સાથે પ્રિઝર્વેટિવ્સ પણ હોય છે, જે સ્થૂળતામાં વધારો કરે છે.


રીંગણ ખાવાથી વજન ઘટે છે


રીંગણ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ છે. રીંગણ  ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. રીંગણમાં મળતું ડાયેટરી ફાઈબરથી પેટ ભરેલું રહે છે  અને ક્રેવિંગને નિયંત્રિત કરે છે.  રીંગણ ઓવર ઇટિંગથી પણ બચાવે છે.


ઇંડા વજન ઘટાડશે


ઈંડાને પ્રોટીનનો સૌથી સસ્તો અને શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. નિયમિત સેવનથી શરીરને એમિનો એસિડ, વિટામિન ડી અને કેલ્શિયમ મળી રહે છે. ઈંડાનું સેવન કરવાથી મેટાબોલિઝમ પણ બૂસ્ટ થાય  છે અને કેલરી બર્ન થાય છે. જેના કારણે વજન ઝડપથી ઘટે છે.