Ayurvedic water:  શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે  શરીરમાંથી ટોક્સિકને બહાર કાઢવા માટે પાણી પીવું જરૂરી છે.  જેટલું પાણી પીવું જરૂરી છે તેટલો જ તેને સ્ટોર કરવાની રીત પણ મહત્વની છે.  આપ  ક્યાં કેન્ટેનરમાં પીવાનું પાણી ભરો છે. તેનું મટિરિયલ્સ અને આકાર પણ ખૂબ જ મહત્વ છે. આયુર્વેદ માટી કે તાંબાના વાસણમાં પાણી ભરવાની સલાહ આપે છે. કારણે કે માટીના વાસણમાં હવા જવાની જગ્યા રહે છે. જેનાથી પાણી કલાકો સુધી તાજુ અને ઠંડુ પણ રહે છે. આ પાણી પીવાથી ત્વચા અને એસિડિટી સંબંધિત સમસ્યાને પણ ઓછી કરી શકાય છે. ઉપરાંત  માટીના વાસણમાં પાણી ભરવાથી પાચન અગ્નિ તેજ થાય છે અને દોષોનું સંતુલન પણ બની રહે છે.


આપણે જે પણ ખાઇએ છીએ. જેમાંથી મોટાભાગનું ફૂડ શરીરમાં પહોંચતા એસેડિક થઇ જાય છે અને ટોક્સિન્સ પેદા કરે છે. માટીમાં પાકૃતિક અલ્કાલીન છે. જે એસેડિક ખાદ્ય પદાર્થ સાથે ઇન્ટરેક્ટ થાય છે અને પર્યોપ્ત PH સંતુલન બનાવી રાખે છે. તેથી જો આપને કોઇ એસિડિટી અને ગૈસ્ટ્રિક સમસ્યા હોય તો માટીના ઘડાનું પાણી પીવાનો જ આગ્રહ રાખો. ઉપરાંત માટીના ઘડામાં પાણી સ્ટોર કરવાથી  પાચન અગ્ન તેજ થાય છે અને સ્વાસ્થ્ય જળવાય રહે છે.


આયુર્વેદ મુજબ તાંબાના વાસણમાં પણ પાણી સ્ટોર કરીને રાખવાના અનેક ફાયદા છે. તાંબાના વાસણનું પાણી પીવાથી વજન ઉતરવાની સાથે બીજા અનેકગણા ફાયદા થાય છે. પીવાના પાણીને સ્ટોર કરવા માટે માટીના વાસણ અને તાંબાનું વાસણ ઉત્તમ છે. કોપરના વાસણ એન્ટી ઓક્સિડન્ટ હોય છે. જે શરીરમાં કેન્સર જેવી બીમારી માટે કારણભૂત કણોને નષ્ટ કરે છે.


ફળો ખાધા બાદ ક્યારે ન કરો આ 5 ભૂલો, નહિ તો થશે નુકસાન


-ફળ ખાધા બાદ અને પહેલા આ ભૂલ નકરો
-ફળો ખાધા બાદ તરત જ પાણી ન પીવું
-જમ્યા પહેલા  અને બાદ ફળો  ન ખાવા
 -જમ્યાના એક કલાક બાદ ફળો ખાઇ શકાય 
 -દહી અને દૂધ સાથે ફળો લેવાનું પસંદ ન કરો
-ખાટાં ફળો ખાલી પેટ ક્યારેય ન ખાવા