Heart Attack Risk on Monday : જાણીતા કાર્ડિયોથોરાસિક સર્જન અને અભિનેત્રી માધુરી દીક્ષિતના પતિ ડૉ. શ્રીરામ નેનેએ જણાવ્યું, કે સોમવારે સવારે હાર્ટ એટેકનું જોખમ સૌથી વધુ હોય છે. આવી સ્થિતિમાં સાવધાન રહેવાની જરૂર છે. આંકડા અનુસાર, સોમવારે હાર્ટ એટેકનું (heart attack)  જોખમ લગભગ 13% વધે છે. આ મુદ્દે અગાઉ પણ ઘણી વખત ચર્ચા થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આવું કેમ થાય છે.

 બૂલ મંડે શું છે

ડો.નેને પહેલા પણ સોમવારના દિવસે હાર્ટ એટેકમાં (heart attack)  વધારો થતો હોવાના નિષ્ણાત દ્વારા નિવેદન આવી ચૂક્યાં છે.  આ પહેલા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન (BHF)ના એક રિપોર્ટમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે સોમવારે હાર્ટ એટેકનું જોખમ 13% વધારે છે. તેને 'બ્લૂ મન્ડે' પણ કહેવામાં આવે છે.

 સૌથી વધુ હાર્ટ એટેક ક્યારે આવે છે?

એવું કહેવાય છે કે, સોમવારે સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી હાર્ટ એટેકનો ખતરો સૌથી વધુ હોય છે. જો કે આ અંગે કોઈ નક્કર માહિતી નથી. એવું અનુમાન કરવામાં આવે છે કે સોમવારે સવારે જાગ્યા પછી, લોહીમાં કોર્ટિસોલ અને હોર્મોન્સ ખૂબ વધારે રહે છે. આનું કારણ સર્કેડિયન રિધમ હોઈ શકે છે, જે યોગ્ય ઊંઘ અને જાગવાનું ચક્ર જાળવવાનું કામ કરે છે. નિષ્ણાતોના મતે, ઊંઘ અને જાગવાની ચક્રમાં ફેરફાર સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર કરે છે.

 સોમવારે સવારે હાર્ટ એટેક શા માટે વધુ વાર આવે છે?

ડૉક્ટર નેનેએ જણાવ્યું કે, સપ્તાહના અંતે મોટાભાગના લોકો તેમના મનપસંદ શો જુએ છે અથવા પરિવાર અને મિત્રો સાથે પાર્ટીઓમાં જાય છે. જેના કારણે આપણે મોડી રાત્રે સૂવે છે,  આ કારણે, તેમની ઊંઘ અને જાગવાના સમય પર અસર થાય છે અને સર્કેડિયન રિધમમાં ફેરફારને કારણે રવિવારની રાત્રે ઊંઘનો અભાવ થઈ શકે છે, જેને 'સોશિયલ જેટ લેગ' પણ કહેવામાં આવે છે. ઊંઘની ઉણપ અથવા ઊંઘની નબળી ગુણવત્તાના કારણે બ્લડ પ્રેશર અને કોર્ટિસોલનું સ્તર વધે છે, જે હાર્ટ એટેકના મુખ્ય કારણો છે