Health Tips: જ્યારે આપણે વર્કઆઉટ કરીએ છીએ ત્યારે શરીરને ઊર્જીની જરૂર પડે છે. આ ઊર્જા ગ્લાઇકોજેનથી મળે છે. ગ્લાઇકોજેન ગ્લુકોઝથી મળે છે એટલે શરીરમાં પહેલાથી મોજૂદ સંચિત ઉર્જા વર્કઆઉટ માટે જરૂરી છે.
કહેવાય છે કે આર્મી ખાલી પેટ માર્ચ નથી કરી શકતા. તો શુ આ વાત વર્કઆઉટ કરતા લોકો પર પણ લાગૂ પડે છે? સામાન્ય રીતે એવું કહેવાય છે કે, કોઇ પણ પ્રકારના વર્કઆઉટ કર્યાના એક કલાક પહેલા ખાવું છોડી દેવું જોઇએ. સામાન્ય રીતે સવારનું વર્કઆઉટ એક કલાકથી વધુ નથી હોતું. આ કારણે શરીરને ઊર્જાની જરૂરિયાત રહે છે. આ ઊર્જા ગ્લાઇકોજેનથી મળે છે. ગ્લાઇકોજેન ગ્લુકોઝથી મળે છે. જે શરીરની માંસપેશી અને લિવરમાં જમા થાય છે. જ્યારે વર્કઆઉટ થાય છે તો આ ઊર્જાનો શરીર ઉપયોગ કરે છે એટલે કે શરીરમાં પહેલાથી મોજૂદ સંચિત ઊર્જા વર્કઆઉટ માટે જરૂરી છે.
ખાલી પેટ એક્સરસાઇઝ કરવી વધુ ફાયદાકારકNorthumbria University યુનિવર્સિટીમાં આ વિષય પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ રિસર્ચ 12 લોકો પર કરવામાં આવ્યુ હતું. જેમાં 6 લોકોને વર્કઆઉટ પહેલા બ્રેકફાસ્ટ આપવામાં આવ્યો તો અન્ય ગ્રૂપને બ્રેકફાસ્ટ વિના જ ટ્રેડ મિલ પર દોડાવવામાં આવ્યાં. રિસર્ચના પરિણામથી જાણવા મળ્યું કે, એકસરસાઇઝ માટે દરેકના શરીરે શરીરમાં સંચિત એટલે કે પહેલાથી મોજૂદ ઊર્જાનો ઉપયોગ કર્યો. વર્કઆઉટ સમયે શરીર ફૂડ દ્વારા મળેલી તાજા ઊર્જાનો ઉપયોગ નથી કરતું પરંતુ સંચિત ઊર્જાનો જ ઉપયોગ કરે છે.
રિસર્ચમાં જોવા મળ્યું કે, જેમણે સવારે બ્રેકફાસ્ટ કર્યો હતો તેમાં કોઇ વધુ ઊર્જાનો ઉપયોન ન થયો તેમજ તે લોકોને ભૂખ પણ વધુ ન હતી લાગી. રિસર્ચના જે સૌથી મહત્વપૂર્ણ પરિણામ હતું તે એ હતું કે, જેમને એકસરસાઇઝ પહેલા ફાસ્ટ કર્યું હતું. તેમાં 20 ટકા વધુ ફેટ બર્ન થયું. તેનો અર્થ એ થયો કે ખાલી પેટ એક્સરસાઇઝ કરવી વધુ ફાયદાકારક છે. તે રીતે વધુ ફેટને ઘટાડી શકાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો