ovarian cancer:મહિલાઓમાં ઓવેરિયન કેન્સર પ્રત્યે સભાનતા લાવવી જરૂરી છે. મોટાભાગની મહિલા ઓવેરિયન કેન્સરના પ્રારંભિક લક્ષણોથી અજાણ હોય છે. આ મુદ્દે જાણકારી આપને કેટલીક મોટી મુશ્કેલીથી બચાવી શકે છે.
આજની સમયમાં કેન્સર એક મોટું જોખમ બનતું જાય છે, છેલ્લા 4થી5 વર્ષમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. આજે આપણે વાત કરીશું ઓવેરિયન કેન્સરની અને તેના પ્રારંભિક લક્ષણોની.. ઓવેરિયન કેન્સરમાં એવા મામુલી લક્ષણો છે. જેનાથી મોટાભાગની મહિલાઓ અજાણ હોય છે. જાણીએ ઓવેરિયન કેન્સરના પ્રારંભિક લક્ષણો શું હોય છે.
જો આપને સોજો, પેટ ભરેલુ મહેસૂસ થવું. વારંવાર ટોયલેટ જવું પડતું હોય તો આપ આ લક્ષણોને નજર અંદાજ ન કરો. આ લક્ષણો ઓવેરિયન કેન્સરના પણ હોઇ શકે છે.સામાન્ય રીતે જ્યારે મહિલાઓમાં પેટ સંબંધિત આ સમસ્યા જોવા મળે તો તે તેને પાચનતંત્રની ગરબડ સમજીને અવોઇડ કરે છે અથવા તો ઘરેલુ પાચન દુરસ્ત કરવાના ઉપચાર કરીને જ સંતોષ માની લે છે પરંતુ આ ભૂલ ભરેલું છે, મહિલાઓવા લક્ષણ ઓવેરિયન કેન્સરના પણ હોઇ શકે છે.
આ મુદ્દે થોડી જાણકારી આપને મોટા જોખમથી બચાવી શકે છે. નિષ્ણાતના મત મુજબ જો ઓવેરિયન કેન્સરના શરૂઆતી લક્ષણોથી જ સજાગ થઇ જઇએ અને તેનું નિદાન થઇ થાય તો ઇમરજન્સી લેવલની ટ્રીટમેન્ટની જરૂર નથી પડતી. જેના પગલે ઓવેરિયન કેન્સર મોતનું કારણ પણ નથી બનતું
ઓવેરિયન કેન્સર પ્રત્યે કેટલી જાગરૂકતા છે આ મુદ્દે એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણ 1000 મહિલા પર કરવામાં આવ્યું હતું. તેમાં 68 ટકા મહિલા ઓવેરિયન કેન્સરના સાંકેતિક લક્ષણોથી અજાણ હતી. જ્યારે 21 પ્રતિશત મહિલાઓને જાણ હતી કે, સોજો એક ટ્યુમરનું પણ સંભવિત લક્ષણ હોઇ શકે છે.
ડોક્ટરે શું આપી સલાહ
નિષ્ણાત મુજબ પેટ ભર્યુ ભર્યુ મહેસૂસ થવું, વારંવાર ટોયલેટ જવાની ઇચ્છા થવી,. સોજો જેવા લક્ષણો જો મહેસૂસ થાય તો મહિલાઓએ આ મામલે બેદરકાર ન રહેવું જોઇએ. જો આવા કોઇ લક્ષણો શરીરમા લાંબો સમય સુધી રહે તો સજાગ થઇ જવું જોઇએ અને તાત્કાલિક નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જોઇએ.