હાલમાં દેશના અનેક વિસ્તારોમાં ભારે ગરમી પડી રહી છે. તાપમાન 45 ડિગ્રીથી વધુ છે. આ કાળઝાળ ગરમીમાં રોગોનો ખતરો છે. તાપમાનમાં વધારો અને તીવ્ર સૂર્યપ્રકાશને કારણે હીટ સ્ટ્રોકની સમસ્યા છે. ગરમીના કારણે કેટલાક લોકોને બ્રેઈન સ્ટ્રોકનો ખતરો પણ રહે છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી હોસ્પિટલોમાં બ્રેઈન સ્ટ્રોકના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તબીબો પણ આનું કારણ અતિશય ગરમી ગણાવી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોને બહાર નીકળતી વખતે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. ઉનાળાની આ ઋતુમાં તમારા માટે બ્રેઈન સ્ટ્રોક શા માટે થાય છે તે જાણવું જરૂરી છે. તેના પ્રારંભિક લક્ષણો શું છે અને તેને કેવી રીતે અટકાવી શકાય?


તડકામાં બહાર નીકળતા પહેલા તમારે કેટલીક સાવચેતીઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ઉનાળાની ઋતુમાં હીટ સ્ટ્રોકનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. કાળઝાળ ગરમીમાં તમારે ઘરેથી બહાર નિકળતા પહેલા કેટલીક કાળજીઓ રાખવી જોઈએ. 


છેલ્લા કેટલાક દિવસોમાં હીટ સ્ટ્રોક દરમિયાન બ્રેઈન સ્ટ્રોકથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. આ સમય દરમિયાન કેસમાં વધારો થયો છે.  તબીબોના મતે બીપી અને ડાયાબિટીસના દર્દીઓમાં બ્રેઈન સ્ટ્રોકના કેસ ઝડપથી વધી રહ્યા છે. 


તેની પાછળનું સૌથી મોટું કારણ છે તાપમાનમાં અચાનક ફેરફાર એટલે કે જો તમે લાંબા સમય સુધી ACમાં રહ્યા પછી સીધા સૂર્યપ્રકાશમાં જાઓ છો તો શરીરના તાપમાનમાં ફેરફાર થાય છે. અચાનક શરીરમાં થયેલા તાપમાનના આ ફેરફારના કારમે બ્રેઈન સ્ટ્રોકનું જોખમ ખૂબ જ વધી જાય છે. હાઈ બ્લડ પ્રેશરથી પીડાતી મહિલાઓને હીટ સ્ટ્રોકના કારણે બ્રેઈન સ્ટ્રોકનું જોખમ પણ વધારે હોય છે. ઉનાળાની આ ઋતુમાં શરીરની કાળજી રાખવી ખૂબ જ જરુરી બની જાય છે.


આ આદતો સ્ટ્રોકનું જોખમ વધારે છે


આહારમાં ઉચ્ચ ચરબીયુક્ત ખોરાક


દારૂનું સેવન


ધુમ્રપાન


કસરત ન કરવી


સ્ટ્રોકથી કઈ રીતે બચી શકો છો ?


લક્ષણો દેખાય la તરત જ હોસ્પિટલમાં જાઓ


ઉનાળાની કાળઝાળ ગરમીમાં બહાર જવાનું ટાળો


ધૂમ્રપાન કરશો નહીં અને દારૂનું સેવન કરશો નહીં


દરરોજ કસરત કરો


ફાસ્ટ ફૂડનું સેવન ટાળો


જો બીપી હાઈ રહે તો તેને કંટ્રોલમાં કરો.