શોધખોળ કરો

હાર્ટ અટેક પહેલા શરીરના આ ભાગમાં દુખાવા સાથે અનુભવાય છે આ લક્ષણો, ભૂલથી પણ ન અવગણશો

Early signs of Heart Attack: હૃદયરોગનો હુમલો આવે તે પહેલાં શરીરના કયા ભાગોમાં દુખાવો થાય છે? એ પણ જાણો કે તેના શરૂઆતના લક્ષણોને અવગણવાથી કેવી રીતે મોટી ભૂલ થઈ શકે છે?

Early signs of Heart Attack: આપણે ઘણીવાર વિચારીએ છીએ કે હાર્ટ એટેક અચાનક આવે છે. કોઈ ચેતવણી વિના, પણ સત્ય એ છે કે આપણું શરીર અગાઉથી ઘણા સંકેતો આપવાનું શરૂ કરી દે છે. સમસ્યા એ છે કે આપણે આ ચિહ્નોને નાના સમજીને અવગણીએ છીએ અથવા તેમને કોઈ અન્ય રોગ સાથે જોડીએ છીએ. જેમ માથાનો દુખાવો થાક લાગવો, કમરના દુખાવાને બેસવાની ખરાબ આદત ગણવી, અથવા છાતીમાં ભારેપણું, ગેસ થવો, તેવી જ રીતે આ નાની ભૂલો કોઈ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. હૃદયરોગના હુમલા પહેલા, શરીર તમને કેટલાક ભાગોમાં પીડા દ્વારા ચેતવણી આપે છે. પણ તમે તેને સમજી શકતા નથી.

હૃદયરોગનો હુમલો આવે તે પહેલાં શરીરના કયા ભાગોમાં દુખાવો થાય છે?

હૃદયરોગના હુમલાનું સૌથી સામાન્ય અને મુખ્ય લક્ષણ છાતીમાં દબાણ, બળતરા અથવા જકડાઈ જવાની લાગણી છે. આ દુખાવો ડાબી બાજુ અથવા મધ્યમાં થઈ શકે છે અને ઘણી વખત લોકો તેને ગેસ અથવા અપચો સમજીને અવગણે છે.

જો તમને કોઈ કારણ વગર તમારા ડાબા હાથમાં દુખાવો કે ઝણઝણાટ થાય છે, તો તે હૃદય સંબંધિત સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે. આ દુખાવો છાતીથી શરૂ થઈને ડાબા ખભા, હાથ અને આંગળીઓ સુધી પણ પહોંચી શકે છે.

આ વિસ્તારોમાં સતત દુખાવો, ખાસ કરીને જ્યારે કોઈ ચોક્કસ શારીરિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ન હોય, તો તે હૃદયની સમસ્યાનું નિશાની હોઈ શકે છે.

ઘણી વખત હાર્ટ એટેક આવે તે પહેલાં પેટમાં ભારેપણું, અપચો કે ગેસની લાગણી થાય છે. લોકો તેને સામાન્ય ગેસની સમસ્યા માને છે, પરંતુ તે  હાર્ટ અટેકની ચેતવણી પણ હોઈ શકે છે.

જો તમને વધારે મહેનત કર્યા વિના શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અથવા તમે હંમેશા થાક અનુભવતા હોવ, તો તે એ સંકેત હોઈ શકે છે કે તમારું હૃદય યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી.

આ સંકેતોને ક્યારેય અવગણશો નહીં

  • જો આ લક્ષણો ચાલુ રહે અથવા ફરી ફરીને અનુભવાય તો  તાત્કાલિક તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
  • જો પરિવારમાં હૃદય રોગનો ઇતિહાસ હોય, તો સાવધાની રાખવી વધુ મહત્વપૂર્ણ બની જાય છે.
  • 40 વર્ષની ઉંમર પછી નિયમિત સ્વાસ્થ્ય તપાસ કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

હાર્ટ એટેક અચાનક આવતો આપત્તિ નથી, પરંતુ શરીર તેના સંકેતો પહેલાથી જ આપી દે છે તેને નસમજવા મોટી આપતિ છે.  આપણે તે સંકેતોને ઓળખીએ, તેમને સમયસર સમજીએ અને યોગ્ય પગલાં લઈએ તો જિંદગી બચાવી શકાય છે.  કારણ કે થોડી સાવધાની તમારા અને તમારા પ્રિયજનોના જીવનને બચાવી શકે છે. તો શરીરના આ એલાર્મને સમજો અને તરત પગલા લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....

Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?

મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો

હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
Ahmedabad News: અમદાવાદમાં  સિનેમા, હોસ્પિટલ સહિત  BU પરમિશન વગરની 8  ઈમારતો સીલ

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા

Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર

Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર

Embed widget