Health Tips: સ્વસ્થ જીવન માટે સંતુલિત આહાર લેવો જરૂરી છે. ફળો,લીલા શાકભાજી, દહીં સહિતના આ એવા ફૂડ છે. જેને ડાયટમાં સામેલ કરવા જોઇએ.
આપને ડોક્ટર્સને કહેતા સાંભળ્યું હશે કે બેલેસ્ડ આહાર લેવો જોઇએ. એક સ્વસ્થ જીવન શૈલી માટે સંતુલિત પોષણયુક્ત આહાર જરૂરી છે. એક પ્રોપર મીલ પ્લાનને ફોલો કરવાથી આપના શરીરમાં વજન મેન્ટેઇન કરવાની સાથે ડાયાબિટીસ, હૃદયરોગ અને અન્ય પ્રકારના કેન્સર જેવા ક્રોનિક ડીસિઝના જોખમને પણ ઓછું કરી શકાય છે.
ડાયટમાં સામેલ કરો ફળો
ફળમાં પર્યોપ્ત માત્રામાં પોષકતત્વો હોય છે. ફળ આપણી સ્વીટ ખાવાની ઇચ્છાને ઓછી કરે છે. આર્ગેનિક ફળો લેવાનો આગ્રહ રાખો. જેમાં નેચરલ શુગર અને ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જે આપની ઇમ્યુનિટિને સ્ટ્રોન્ગ કરે છે. જો કે ડાયાબિટિસના દર્દીએ ડોક્ટરની સલાહ મુજબ જ ફળો લેવા જોઇએ.
ડાયટમાં ગ્રીન વેજિટેબલને સામેલ કરો
શાકભાજીમાં વિટામિન, મિનરલ,એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. પોષક તત્વની કમીને દૂર કરવા માટે પાલક, લીલા વટાણા, સહિતના લીલાં શાકભાજી લેવાની આદત પાડો. પાલક, કેળા, બીન્સ, બ્રોકલીને ડાયટમાં અવશ્ય સામેલ કરો, જો આપને ગ્રીન વેજિટેબલ પસંદ ન હોય તો તેને સૂપ કે સલાડ અથવા તો પ્યૂરી, જૂસ અથવા સ્મૂધીના રૂપે તેને ખાઇ શકો છો.
પ્રોટીન છે ખાસ જરૂરી
ઇજા પર રૂઝ માટે અને માંસપેશીઓને મજબૂત બનાવવા માટે પ્રોટીનની જરૂરત હોય છે. પ્રોટીન બે પ્રકારના હોય છે. એનિમલ બેસ્ડ પ્રોટીનની કેટેગરીમાં રેડ મીટ, બીફ મીટ સામેલ છે. તો પ્લાન્ટ બેઇઝ્ડ નટસ,બીન્સ, સોયા પ્રોડક્ડસ સામેલ છે.
અનાજ પણ જરૂરી છે
સાબૂત અનાજની રોટલી આપના શરીરમાં ફાઇબર, વિટામિનની કમીને દૂર કરે છે, હંમેશા સાબુત અનાજથી બનેલા ઉત્પાદકની પસંદગી કરો.
ફેટ અને ઓઇલને ન કરો નજર અંદાજ
ફેટસએનર્જી અને સેલ્સની હેલ્થ માટે ફાયદાકારક છે. પરંતુ વધુ ફેટ શરીરમાં વધુ કેલેરી ઉપભોગ કરવાનું કારણ બને છે. જે વજન વધારવા માટે જવાબદાર છે. તેના માટે સેચુરેટેડ ફેટની બદલે આપના ડાયટમાં અનસેચુરેટેડ ફેટને સામેલ કરો.
દૂધ દહીં પનીર વિના અધુરૂ ડાયટ
ડેરી ઉત્પાદકોમાં પ્રોટીન, કેલ્શિયમ, અને વિટામિન ડી સહિતના પોષક તત્વો છે. તેમાં ફેટ પર્યોપ્ત માત્રામાં હોય છે. જેથી ઓછા ફેટવાળા વિકલ્પ ઉત્તમ છે.જો આપ ફેટ ઓછું કરવાની કોશિશ કરતા હોતો