Benefits Of Coriander Leaves: કોથમીરમાં અદભૂત ઓષધિય ગુણો રહેલા છે. તેના સેવનથી સ્વાસ્થ્યને અદભૂત ફાયદા થાય છે. તેના ફાયદા જાણીએ આપ તેને ડાયટમાં સામેલ કરવા મજબૂર થઇ જશો
કોથમીરના પાન સામાન્ય રીતે રસોઇમાં જોવા મળે છે. તેના વિના મોટાભાગના વ્યંજન અધૂરા છે. કોથમીર સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પાચન સુધારવાની સાથે અન્ય સ્વાસ્થ્યને અન્ય અદભૂત ફાયદા કરે છે આ કોથમીર..
ડાયાબિટીસમાં કારગર ઓષધ
ફૂડ કેમેસ્ટ્રીમાં પ્રકાશિત રિસર્ચ મુજબ કોથમીરમાં ખાસ યૌગિક હોય છે. જે બ્લડ અને ગ્લુકોઝ લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. જે યોગિક બ્લડમાથી શુગર હટાવતા એન્જાઇમ્સને સક્રિય કરે છે. આ રીતે આપનું ગ્લુકોઝ લેવલ નિયંત્રણમાં રહે છે.
પાચન સુધારે છે
કોથમીર એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. તેમાં ફાઇબર પણ મોજૂદ છે. જે પાચન સુધારવાનું કામ કરે છે અને બ્લોટિગ અને કબજિયાત દૂર કરે છે. તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેથી અન્ય અનહેલ્થી ફૂડ ખાવાથી પણ બચી શકાય છે.
હાર્ટના સ્વાસ્થ્ય માટે હિતકારી
ઉંમર વધવાની સાથે હાર્ટ સંબંધિ સમસ્યાઓ શરૂ થઇ જાય છે. આ સ્થિતિમાં વિટામિન પ્રોટીનથી ભરપૂર ભોજન લેવાની સલાહ અપાઇ છે. એક રિસર્ચ મુજબ કોથમીર રોજ ખાવાથી હાર્ટ સંબંધિત બીમારીનો ખતરો ઘટી જાય છ અને બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલનું લેવલ કાબૂમાં રહે છે.
તણાવને ઓછો કરે છે
કોથમીરના પાન તણાવને ઓછો કરે છે.તે પાચનશક્તિને સક્ષમ કરે છે. પાચનતંત્રના માધ્યમથી કોથમીર હળવું મહેસૂસ કરવાની મૂડને ઝડપથી બદલે છે. કોથમીરમાં મોજૂદ પોષકતત્વ ઓક્સિડેટિવ તણાવને ઓછો કરે છે.
દષ્ટી સુધારે છે
આજના સમયમાં આપણી આંખો આખો દિવસ ટેલિવિઝન, મોબાઇલ,કમ્પ્યુટરમાં વ્યસ્ત રહે છે. આ ટેકનોલોજી આપની દષ્ટી પર વિપરિત પ્રભાવ પાડે છે. જો કે કોથમીર આ વિપરિત અસરેન ઓછી કરે છે. કોથમીર વિટામિન ઇ, આયરનથી ભરપૂર છે. જે આપણી દષ્ટીને વધુ સક્ષમ બનાવે છે. કોથમીર એનીમિયાના ઇલાજમાં પણ કારગર છે.
Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.