Health Tips: કેટલાક લોકોને લાગે છે કે, ચોખા ખાવાથી વજન વધે પરંતુ આ ધારણામાં કેટલું સત્ય છે. જાણીએ. ભાતને લઇને દરેક લોકોના મનમાં અલગ- અલગ ભ્રાંતિઓ છે. જેના કારણે તે થાળીમાંથી ભાતને હટાવી દે છે. તો જાણીએ ચોખાના સેવન માટે ન્યુટ્રિનિસ્ટ શું કહે છે.
ન્યુટ્રિનિસ્ટનો મત છે કે હદથી વધુ કંઇ પણ ખાવ તો તે વજન વધારવા માટે કારણભૂત બને છે. તેથી હેલ્થી રહેવા માટે દરેક વસ્તુનું સીમિત સેવન કરવું જોઇએ.
ન્યુટ્રિનિસ્ટનો મત છે કે ભાત ખાવાથી વજન વધતું નથી કારણ કે તેમાં વધુ માત્રામાં કેલેરી નથી હોતી. રાંઘેલા અડધા કપ ભાતમાં લગભગ 120 કેલેરી હોય છે.
એક એવી પણ માન્યતા છે કે, જેમનું જીવન બેઠાડુ હોય તેને ભાત ન ખાવા જોઇએ,. પરંતુ આ ધારણા પણ ગલત છે. આપનું જીવન બેઠાડુ છે તો પણ આપને ભાત ખાવા જોઇએ પરંતુ શરત એ છે કે તેની માત્રા વઘુ ન હોવી જોઇએ.
ભાત ખાવાથી ગેસની સમસ્યા પણ થઇ શકે છે. આ ધારણાને પણ નિષ્ણાત ગલત જ માને છે. ચોખા સરળતાથી પચી જતો ખોરાક છે. તેમજ તે ગ્લૂટેન ફ્રી હોય છે.તેથી એ કહેવું ખોટું છે કે, ભાતથી ગેસની સમસ્યા ઉત્પન થાય છે.
એક સૌથી મોટી મિથક છે કે, વ્હાઇટ રાઇસ હેલ્ધી નથી હોતા. ચોખા હેલ્ઘી કાર્બોહાઇડ્રેઇટનો ઉત્તમ સ્ત્રોત છે.જે આપને દિવસભર ઊર્જાવાન રાખે છે. ભાતને આપ કોઇ પણ દાળ, બીન્સ સાથે ખાઇ શકો છો. જેનાથી તે વધુ હેલ્ધી થઇ જાય છે
Health Tips: આ ફળોને ભૂલથી પણ સાથે ખાવાનું ટાળો, સ્વાસ્થ્યને પહોંચે છે આ નુકસાન
Fruits And Vegetables: મોટાભાગના લોકો ફિટ રહેવા માટે ફળોનું સેવન કરે છે.પરંતુ કેટલાક ફળો એકસાથે ન ખાવા જોઈએ. આમ કરવાથી તે તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે.આવી સ્થિતિમાં અમે અહીં જણાવીશું કે તમે કયા ફળોનું એકસાથે સેવન ન કરવું જોઇએ?
મોટાભાગના લોકો ફિટ રહેવા માટે ફળોનું સેવન કરે છે. ભૂખ સંતોષવાનો આ પણ સારો ઉપાય છે. પરંતુ શું તમે જાણો છો કે ફ્રુટ સલાડ બનાવતી વખતે જો તેમાં મૂકવામાં આવેલ ફ્રુટ કોમ્બિનેશનનું યોગ્ય ધ્યાન રાખવામાં ન આવે તો તે તમારા સ્વાસ્થ્યને ફાયદા કરતાં વધુ નુકસાન પહોંચાડી શકે છે.
ગાજર અને સંતરાનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.આ બે વસ્તુઓનું એકસાથે સેવન કરવાથી હાર્ટબર્ન થઈ શકે છે અને કિડનીને નુકસાન થઈ શકે છે.આ સંયોજન સ્વાસ્થ્ય માટે સમસ્યાઓનું કારણ બની શકે છે. આ બે ફળ એકસાથે ખાવાથી એસિડિસિસ, માથાનો દુખાવો જેવી સમસ્યાઓનું જોખમ વધી શકે છે.
અનાનસમાં બ્રોમેલેન તત્વ જોવા મળે છે. તે એક એન્ઝાઇમ છે જે અનાનસના રસમાંથી બહાર આવે છે. તેના દૂધના સંપર્કમાં આવવાથી ગેસ, ઉબકા જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
ઘણા લોકો ફળો પર લીંબુ નીચોવીને ખાય છે. પરંતુ જો તમે પપૈયું ખાતા હોવ તો આવું કરવાની ભૂલ ન કરો. તમને જણાવી દઈએ કે પપૈયું અને લીંબુ ઘાતક મિશ્રણ છે અને તેનાથી એનિમિયા અને હિમોગ્લોબિનનું અસંતુલન થઈ શકે છે.
ફળો સાથે શાકભાજીનું સેવન કરવાથી પેટમાં ઝેરી તત્વો ઉત્પન્ન થાય છે જેનાથી ઝાડા, માથાનો દુખાવો અને દુખાવો થઈ શકે છે.