Amazing summer drinks: ફ્રેબ્રુઆરીની વિદાય સાથે જ કાળઝાળ ગરમીની શરૂઆત થઇ જશે. ગરમીની સિઝનમાં ડિહાઇડ્રેશનથી બચવા માટે ઠંડા ફ્રૂટ જ્યુસ, છાશ લસ્સી. શેરડીના જ્યુસનો પણ સહારો લેવામાં આવે છે.  તો અહીં આપણે  ઘર પર બનાવી શકાય તેવા હેલ્ધી અને મજેદાર ડ્રિન્કની રેસિપી સમજી લઇએ.


બેલનું સરબત


બિલ્લીના વૃક્ષનું આ ફળ બિલ્વ અને સ્વાસ્થ્યવર્ધક ગુણોથી ભરપુર છે. બિલ્લામાં  આયરન, ફાઇબર, પ્રોટીન, વિટામિન સી, જેવા હેલ્ધી તત્વો હોય છે. બેલનું સરબત શરીરની ગરમી મિટાડવાની સાથે ઇમ્યુનિટીને પણ બૂસ્ટ કરે છે.


બેલના સરબત બનાવવાની રીત


સૌ પ્રથમ બિલ્લાનું બીજ હટાવીને તેને પીસી લેવામાં છે. આ બાદ તેનો મૈશ કરવામાં આવે છે. બાદ તેમાં ત્રણથી ચાર ગ્લાસ પાણી ઉમેરવામાં આવે છે. પાણી સારી રીતે મિક્સ થઇ જાય બાદ તેને ગાળી લેવામાં આવે છે અને તેમાં ખડી સાકર ઉમેરવામાં આવે છે. બાદ તેમાં બરફ ક્યુબ ઉમેરીને તેને સર્વ કરો.                                                               


આમ પન્ના


ઉનાળામાં દેશના દરેક ભાગમાં આમ પન્ના બનાવવામાં આવે છે. કાચી કેરીમાંથી બનતું આ પીણું તાજગી અને ઠંડક આપે છે. તે લૂથી પણ બચાવે છે.  આવો જાણીએ આમ પન્ના બનાવવાની સૌથી સરળ રીત.                  


આ માટે સૌ પ્રથમ કુકરમાં બે કાચી કેરીમાં બાફી લો. બાદ તેને ખમણી લો.  પલ્પમાં કેટલાક ફુદીનાના પાન, ચાર ચમચી ગોળ પાવડર, મરી  કાળું મીઠું અને શેકેલું જીરું મિક્સ કરો અને તેને મિક્સર જારની મદદથી મિક્સ કરો. હવે તેને પાતળું બનાવવા માટે જરૂર મુજબ પાણી ઉમેરો અને ફ્રીજમાં ઠંડુ કરો અને તેની મજા લો.  તમે ઈચ્છો તો આ મિશ્રણને પાણી ઉમેર્યા વગર એક અઠવાડિયા સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો અને સમયાંતરે જરૂર મુજબ પાણી ઉમેરીને તેનો ઉપયોગ કરી શકો છો