Benefits of Banana:જે વ્યક્તિ જિમમાં જાય છે અને  અન્ય કોઇ રીતે હાર્ડ  વર્કઆઉટ કરે છે. તેને કેળાનું સેવન કરવું જોઇએ.  કેળા ઇન્સ્ટન્ટ એનર્જી આપતું  અને  કેળા સૌથી વધુ ખાવામાં આવતું ફળ છે કારણ કે તે તાત્કાલિક ઉર્જા આપે  છે અને ભૂખને પણ સંતોષે છે.  આ સાથે  પુરતા  પોષક તત્વો પૂરા પાડે છે.

Continues below advertisement

કેળામાં કાર્બોહાઇડ્રેટ્સ, પોટેશિયમ અને નેચરલ સુગર સહિત તમામ ઉર્જા વધારનારા તત્વો છે. તેને વર્કઆઉટ પહેલાં અને પછી બંને સમયે ખવાતુ ઉત્તમ ફળ  માનવામાં આવે છે.  કેળા  ખાવાથી શરીરને ઉર્જા મળે છે. કેટલાક માટે, કેળા વર્કઆઉટ પહેલાં ઇંધણ  તરીકે કામ કરે છે, જ્યારે અન્ય માટે, તેઓ વર્કઆઉટ પછી રિકવરી માટેનું ફૂડ  છે.

કસરત કરતા પહેલા કેળા ખાવા કેમ ફાયદાકારક છે?જ્યારે કોઈ વ્યક્તિ નિયમિતપણે કસરત કરે છે , ત્યારે તેણે પોતાની શક્તિ વધારવા અને ઉચ્ચ ઉર્જા સ્તર જાળવવા માટે કેળા ખાવા જોઈએ. કસરત કરતા 30-50 મિનિટ પહેલા કેળું ખાવા શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ તમારા કસરતની તીવ્રતા અને ક્ષમતામાં વધારો કરે છે, જેનાથી તમે સંપૂર્ણ જોશ સાથે કસરત કરી શકો છો. કેળામાં હાજર ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, પોટેશિયમ અને ફાઇબર જેવા પોષક તત્વો શારીરિક તંદુરસ્તી માટે જરૂરી છે. તે સ્નાયુઓના ક્રેમ્પ્સમાં રાહત આપે છે અને સહનશક્તિ વધારે છે.

Continues below advertisement

વર્કઆઉટ પછી કેળા કેમ મહત્વપૂર્ણ છેજો તમે હાર્ડ  વર્કઆઉટ કરતા  હોય, તો કેળા સ્નાયુઓની રિકવરી માટે સૌથી અસરકારક ફ્રૂટ  છે. કેળા ફાઇબરથી ભરપૂર હોય છે, જે કસરત પછી તાત્કાલિક ઊર્જા પૂરી પાડે છે. તે શરીરને જરૂરી કાર્બોહાઇડ્રેટ્સ પૂરા પાડીને સ્નાયુઓની રિકવરીમાં પણ મદદ કરે છે. જો તમને કસરત પછી હાડકામાં દુખાવો થાય છે, તો કેળામાં રહેલ મેગ્નેશિયમ અને પોટેશિયમ તે દુખાવો ઘટાડવામાં મદદ કરી શકે છે.                                  

વર્કઆઉટ પછી કેળા અને પ્રોટીનનું મિશ્રણકેળા કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર હોય છે. વર્કઆઉટ પછી કેળાનું સેવન કે બનાના શેક પીવાથી શરીર પ્રોટીનને વધુ સારી રીતે શોષી લે છે. પ્રોટીન સ્નાયુઓની ફરી રિકવરીને વેગ આપે છે અને શરીરને મજબૂત બનાવે