Ghee Benefits for Skin: દેશી ઘીનું નામ સાંભળવા મળે એટલે તરત જ મોટાભાગના લોકોના મોઢા બગડવા લાગે છે. કારણ કે ઘણા લોકોની એવી માન્યતા છે કે ઘી તમારું વજન વધારે છે જ્યારે ઘણા લોકોને તેનો સ્વાદ નથી માફક આવતો. તેવામાં આજે અમે તમને સ્કીન માટે દેશી ઘી કેટલું ફાયદાકારક છે તે જણાવીશું.
ગાયના ઘીનો ઉપયોગ
સ્કિન પર ઘીનો ઉપયોગ કરવાથી સ્કિન સાથે જોડાયેલી અનેક સમસ્યાઓમાંથી છુટકારો મળશે. ઘીમાં ઊર્જા, વિટામિન એ, કેલરી વગેરે તત્ત્વના ગુણ જોવા મળે છે. આપણે રાત્રે સૂતી વખતે નાઇટ ક્રીમનો ઉપયોગ કરીએ છીએ. તેમ છતાં ચહેરા પર ડ્રાયનેસ આવી જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમે ગાયના દૂધમાંથી બનેલા ઘીનો ઉપયોગ કરી શકો છો. તમે એને તમારા ચહેરા પર એપ્લાય કરશો તો ઘી તમારી સ્કિનને અનેક રીતે હિલ કરશે. આ ઉપરાંત ચહેરા ઉપર નેચરલ ગ્લો પણ આવશે. દેશી ઘી સ્કિન માટે કંઇ રીતે ફાયદારૂપ છે એ જાણીએ.
ફાટેલા હોટને સ્મૂથ બનાવે: ઘી ફાટેલા હોઠની સમસ્યાને દૂર કરવામાં ફાયદારૂપ સાબિત થાય છે. શિયાળાની ઠંડી ઋતુના કારણે ઘણી વખત હોઠ ફાટી જાય છે. શિયાળામાં હોઠ ફાટવા એ સામાન્ય સમસ્યા છે. તેમાંથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલાં ઘીને હોઠ પર લગાવો. દિવસે પણ ઘીને હોઠ પર લગાવી શકો છો.
ડ્રાયનેસ દૂર કરે : શિયાળાની શરૂઆત થતાં ત્વચા શુષ્ક અને નિર્જીવ થવા લાગે છે. ત્વચા પર નિખાર લાવવા રાત્રે સૂતા પહેલાં કોટનની મદદથી ત્વચા પર ઘીનો ઉપયોગ કરો. મોટે ભાગે એક જ વખત ઉપયોગ કરવાથી ડ્રાયનેસ દૂર થઇ જશે. જો ડ્રાયનેસ દૂર ન થાય તો બીજી વખત આ રીતને અજમાવી શકો છો. જેમની ત્વચા વધુ પડતી શુષ્ક હોય તેમણે શિયાળામાં ખાસ કરીને વીકમાં એક વખત ચહેરા પર ઘી લગાવવું જોઇએ.
સન બર્ન મટાડે : વધારે તાપમાં રહેવાથી સ્કિન પર સન બર્નની સમસ્યા થઇ શકે છે. સૂતા પહેલાં ચહેરાને ફેસવોશથી સાફ કરીને જ્યાં સન બર્ન થયું હોય એ એરિયામાં ઘી લગાવી હળવા હાથે મસાજ કરો. નિયમિત ઘી લગાવવાથી સન બર્નનાં નિશાન ગાયબ થઇ જશે.
ચહેરા પરના કાળા ધબ્બા દૂર કરવા : ડાર્ક સ્પોટ્સની સમસ્યા હોય તો તમે રાત્રે ઘીનો ઉપયોગ કરીને આ મુશ્કેલીને કાયમ માટે દૂર કરી શકો છો. તમે ઘીનો ઉપયોગ નાઇટ ક્રીમની જેમ કરી શકો છો. ધીરેધીરે ડાઘ-ધબ્બા દૂર થઇ જશે. આ ઉપરાંત ત્વચા પર ખંજવાળ આવતી હોય, લાલાશ આવી ગઇ હોય કે ચકામાં પડ્યાં હોય તેને દૂર કરવા એ જગ્યા પર ઘી લગાવો. એનાથી રાહત થશે.
એન્ટિ એજિંગ : ઘી એન્ટિ એજિંગ ગુણોથી ભરપૂર છે. ઘીથી ફેસ મસાજ કર્યા બાદ તેને ચહેરા પર 15થી 20 મિનિટ રહેવા દો. પછી કોટનથી સાફ કરી લો. એ ફાઇન લાઇન્સ અને કરચલીને દૂર કરવામાં મદદ કરશે. ઘીમાં રહેલો વિટામિન-ઈ સ્કિનને યંગ અને ગ્લોઇંગ ઇફેક્ટ આપે છે. લચીલાપણાને દૂર કરીને સ્કિનને ટાઇટ કરે છે.
સોજો આવ્યો હોય : શરીરની કોઈ પણ જગ્યાએ સોજો આવ્યો હોય તો એ જગ્યા પર રાત્રે સૂતા પહેલાં ઘીને એપ્લાય કરો. બીજા દિવસે તે ભાગને ધોઇને કોટન કપડાંથી સાફ કરી લો. ઘણાને ચહેરા ઉપર પણ સોજો આવતો હોય છે. તેઓ ચહેરા પર એપ્લાય કરી શકે છે.