Mango juice Benefits: ઉનાળો એટલે કેરીની સીઝન, કાચી હોય કે પાકી કેરી સૌને ભાવતી હોય છે. ઉનાળાની ગરમીમાં લૂથી બચવાથી લઇને પેટમાં ઠંડક પહોંચાડવાનું કામ કેરી કરે છે. સ્વાદિષ્ટ કેરીના આરોગ્યની દ્રષ્ટિએ અઢળક ફાયદાઓ છે.


કેરીને કોઈ કારણ વગર ફળોનો રાજા નથી કહેવામાં આવતી તે શરીરમાં ઘણા પોષક તત્વોની ઉણપને પૂરી કરે છે. તો ચાલો જાણીએ કેરીના રસના ફાયદા વિશે.


કેરીના રસમાં વિટામિન સીનું પ્રમાણ હોય છે. વિટામિન સીની લગભગ 60% જરૂરિયાત તેના રસ દ્વારા પૂરી કરી શકાય છે. આ વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ છે. કેરીના રસમાં પોટેશિયમ જોવા મળે છે. આ કારણે તે બીપીને કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ થાય છે.કેરીનો રસ પીવાથી કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ પર દબાણ નથી પડતું. જેનાથી સ્ટ્રોક અને હાર્ટ એટેકની શક્યતાઓ ઘટી જાય છે.


કેરીનો રસ તમારા આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે અને આંતરડાની પ્રક્રિયાને સરળ બનાવે છે. તેનાથી પાચનક્રિયા સુધરે છે અને કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે. કેરીના રસમાં આયર્ન હોય છે. જે લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. આ એનિમિયાના લક્ષણોને રોકવામાં મદદ કરે છે.


કેરીના રસમાં કેરોટીનોઈડ્સ અને વિટામિન એ મોટી માત્રામાં જોવા મળે છે, જે તમારી આંખોની રોશની સુધારવામાં મદદ કરી શકે છે. વિટામિન A એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે જે રેટિનાના ઓક્સિડેટીવ તણાવને ઘટાડવામાં મદદ કરે છે. કેરીનો રસ પીવાથી તમારું કોલેસ્ટ્રોલ ઓછું થઈ શકે છે. તે શરીરમાં લો ડેન્સિટી લિપોપ્રોટીન ઘટાડવામાં મદદરૂપ છે. લિપોપ્રોટીનને જ ખરાબ કોલેસ્ટ્રોલ માનવામાં આવે છે, જે નસોને બ્લોક કરવાનું કામ કરે છે અને રક્ત પરિભ્રમણને બગાડે છે. આ સ્થિતિમાં કેરીનો રસ કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે.


જે લોકો વજન વધારવા ઇચ્છતા હોય તેમણે કેરીને પોતાના ડાયેટનો ભાગ બનાવવી જોઇએ. 150 ગ્રામ કેરીમાં 86 કેલરી હોય છે. જે નેચરલ રીતે વજન વધારવામાં મદદ કરે છે. એન્ટીઓક્સિડન્ટથી ભરપુર કેરીનું સેવન શરીરમાં કેન્સર સેલ્સને વધતા રોકે છે. તેના કારણે તમે ખતરાથી બચી શકો છો.


ફાઇબરથી ભરપુર હોવાના લીધે તમે પેટના રોગોમાંથી પણ બચી શકો છો.


Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.