Eggless Chocolate Chip Cookies: જો તમે ચોકલેટના શોખીન છો, તો તમારે અહીં જણાવેલી ચોકલેટ ચિપ રેસીપી એકવાર જરૂર અજમાવી જોઈએ. આ ચોકલેટ ચિપ કૂકીઝ ઈંડા વગર બનાવવામાં આવે છે. સારી વાત એ છે કે તે હેલ્ધી હોવાની સાથે ટેસ્ટી પણ છે. કારણ કે તેને બનાવવા માટે લોટનો ઉપયોગ થતો નથી. આ સાથે કૂકીઝમાં મીઠાશ ઉમેરવા માટે ગોળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં ક્રિસમસ સ્પેશિયલ એગલેસ ચોકલેટ કૂકીઝ માટેની રેસીપી છે. ચોકલેટ ચિપ કૂકીઝ બનાવવા માટે તમારે જરૂર પડશે...


ચોકલેટ ચિપ કૂકીઝ બનાવવા માટેની સામગ્રી


1/2 કપ માખણ


1 કપ ગોળ


2 ચમચી દૂધ


1 ચમચી તેલ


1 1/2 કપ ઘઉંનો લોટ


1/2 ચમચી ખાવાનો સોડા


1/2 ટીસ્પૂન વેનીલા એસેન્સ


3/4 કપ ડાર્ક ચોકલેટ ચિપ્સ


બટર પેપર


ચોકલેટ ચિપ કૂકીઝ બનાવવા માટેની રીત


ચોકલેટ ચિપ કૂકીઝ બનાવવા માટે સૌપ્રથમ એક મિક્સિંગ બાઉલમાં મીઠા વગરનું માખણ અને ગોળ પાવડર નાખો. હવે તે બંનેને સારી રીતે મીક્ષ કરી લો. ત્યારબાદ તેમાં દૂધ અને તેલ ઉમેરો. મિશ્રણ જય સુધી નરમ ના થાય ત્યાં સુધી તેને સરખી રીતે હલાવો. હવે ચાળણીથી ચાળીને ઘઉંનો લોટ, ખાવાનો સોડા, એક ચપટી મીઠું ઉમેરો. પછી તેમાં વેનીલા એસેન્સ અને ડાર્ક ચોકલેટ ચિપ્સ ઉમેરો. કૂકીઝ માટે કણક તૈયાર કરવા માટે મિશ્રણને ધીમેથી ફોલ્ડ કરો. પછી આ લોટને ઢાંકીને 30 મિનિટ માટે રેફ્રિજરેટમાં મૂકી દો. હવે એક ટીનમાં બટર પેપર મૂકો. ચોકલેટ ચિપ કૂકીઝ બનાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો હોવાથી, કૂકીઝ વધુ ફૂલતી નથી. જેને લીધે કુકીઝને પકવતા પહેલાં સપાટ કરી લો. હવે બેકિંગ ટ્રે પર બટર પેપર મૂકો. ત્યારબાદ તેના પર કુકીઝ ગોઠવો. ત્યારપછી ઓવનને 180 સી પર પ્રીહિટ કરો. મિડલ રેક પર 12 મિનિટ માટે કૂકીઝ બેક કરો. હવે બહાર નીકળી તેને ઠંડી થવા દો. કુકીઝ ઠંડી થઈ જાય પછી મસ્ટમજાની ચોકલેટ ચિપ કૂકીઝને સર્વ કરો.