Cholesterol Reducing Foods:જો આપના શરીરમાં  બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તો કેટલાક ઘરેલુ ઉપાયથી તેને ઓછું કરી શકાય છે. લસણ આપના શરીરમાં જમા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.

Continues below advertisement

આજકાલ ખરાબ આહાર અને જીવનશૈલીને કારણે હૃદય, બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ પરેશાન કરવા લાગી છે. હૃદયની સમસ્યાઓ વધવાનું એક મુખ્ય કારણ કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ છે. જ્યારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે, ત્યારે તે નસોમાં જમા થવા લાગે છે. તેનાથી હૃદયમાં બ્લોકેજ થાય છે અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. યુવાન અને મધ્યમ વયના લોકો સૌથી વધુ કોલેસ્ટ્રોલની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, તમારે ખૂબ કાળજી લેવાની જરૂર છે. તમે જીવનશૈલીમાં નાના ફેરફારો કરીને આ સમસ્યાને નિયંત્રિત કરી શકો છો. તમે તમારી ખાવાની આદતોમાં થોડો ફેરફાર કરી શકો છો. ઘરમાં એવી ઘણી વસ્તુઓ છે જે તમને ફિટ રાખી શકે છે. આમાંની એક વસ્તુ લસણ છે, જેનો ઉપયોગ શાકભાજી, દાળ કે અન્ય વાનગીઓમાં થાય છે.

કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરે છે લસણ

Continues below advertisement

લસણમાં એવા તત્વો હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. લસણમાં એલિસિન અને મેંગેનીઝ હોય છે, જે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

લસણમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. લસણમાં એન્ટિ-વાયરલ, એન્ટિ-ફંગલ અને એન્ટિ-ઓક્સિડન્ટ તત્વો હોય છે જે તમારા શરીરને ફિટ રાખે છે.

લસણમાં એજોઇન, અલીન, એલિસીન જેવા કપાઉન્ડ હોય છે. જે લસણને વધુ ગુણકારી બનાવે છે.

લસણમાં જોવા મળતું એલિસિન એક એવું તત્વ છે જે લોહીમાં ટ્રાઈગ્લિસરાઈડને ઓછું કરે છે. આનાથી કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.

લસણનું આ રીતે કરો સેવન

જો તમે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે લસણ ખાતા હોવ તો સવારે લસણની એક કળી લઈને તેને નવશેકા પાણી સાથે ખાઓ. આ રીતે લસણનો નિયમિત ઉપયોગ કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટવા લાગશે. જો તમે ઈચ્છો તો લસણને મધમાં ભેળવીને ખાઈ શકો છો. આ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આનાથી રક્ત પરિભ્રમણ બરાબર રહે છે અને લસણ હૃદય માટે પણ ફાયદાકારક છે. તેના સેવનથી ધમનીઓમાં જમા થયેલ ખરાબ કોલેસ્ટ્રોલ લસણ દૂર કરે છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.