બાળકોના જન્મ સાથે કેટલીક વસ્તુઓ એવી હોય છે જે કાયદેસર રીતે તૈયાર કરવી પડે છે. તેમાંથી એક બાળકનું જન્મ પ્રમાણપત્ર છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને આગામી સમયમાં પણ આખી જિંદગી સુધી આ સર્ટિફિકેટનો ઉપયોગ તમારી જન્મ તારીખ સાબિત કરવા માટે થાય છે. તેનો ઉપયોગ માત્ર સરકારી કામ માટે જ નહીં પરંતુ શાળા-કોલેજોમાં એડમિશનથી લઈને ઘણા પ્રાઇવેટ કામોમાં પણ તેનો ઉપયોગ થાય છે. ચાલો જાણીએ બર્થ સર્ટિફિકેટ કેવી રીતે બનાવવું અને જન્મ પ્રમાણપત્ર બનાવવું શા માટે જરૂરી છે?


જન્મના 21 દિવસની અંદર બનાવવાનું રહેશે બર્થ સર્ટિફિકેટ


બાળક માટે પ્રથમ પ્રમાણપત્ર તેનું જન્મ પ્રમાણપત્ર છે. આ પ્રમાણપત્રના આધારે અન્ય દસ્તાવેજો બાદમાં તૈયાર કરવામાં આવે છે. જો તે જન્મ પછી કોઈપણ યોજનાનો લાભ મેળવવા માંગે છે તો તેને જન્મ પ્રમાણપત્રના આધારે જ મળે છે. જન્મના 21 દિવસની અંદર બર્થ સર્ટિફિકેટ બનાવવું પડશે. તેના માટે તમે તમારી નજીકની મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં જઈ શકો છો અથવા તે નગરપાલિકા અને પંચાયત ઓફિસમાંથી પણ મેળવી શકો છો. ત્યાં ગયા પછી તમારે જરૂરી માહિતી અને દસ્તાવેજો આપવા પડશે અને થોડા દિવસોમાં તમને બાળકનું જન્મ પ્રમાણપત્ર મળી જશે.


ઓનલાઇન પ્રક્રિયા


જન્મ પ્રમાણપત્ર માટે સરકારી કચેરીમાં જઈને અરજી કરી શકાય છે. તેની સાથે જ તેના માટે ઓનલાઈન પણ અરજી કરી શકાય છે. આ માટે તમારે સંબંધિત રાજ્યની નાગરિક સેવાઓની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે. જન્મ પ્રમાણપત્ર માટે બાળકના માતાપિતાના દસ્તાવેજો જરૂરી છે. જેમાં હોસ્પિટલ જે બર્થ લેટર પ્રોવાઇડ કરે છે તે મહત્વની ભૂમિકા નિભાવે છે. જો માતા-પિતાનું આધાર કાર્ડ અને લગ્નનું પ્રમાણપત્ર ઉપલબ્ધ હોય તો તેની નકલ પણ જમા કરાવવાની રહેશે.


 


આ છે સંપૂર્ણ પ્રક્રિયા


 


-જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે તમારે પહેલા તેની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.


-વેબસાઇટ પર ગયા પછી તમારે General public sign up પર ક્લિક કરવાનું રહેશે.


-આ પછી તમારી સામે એક નવું પેજ ખુલશે, તમારે તે નવા પેજમાં જરૂરી તમામ માહિતી ભરવાની રહેશે.


-બધી માહિતી ભર્યા પછી તમારે રજિસ્ટર વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.


-આ પછી તમને તમારા મેઇલ અને ફોન નંબર પર મેસેજ દ્વારા યુઝર આઈડી અને પાસવર્ડ મળશે.


-હવે તમારે તમારા યુઝર આઈડીથી લોગીન કરવું પડશે અને આગળની પ્રક્રિયા હાથ ધરવી પડશે.


-લોગ ઇન કર્યા પછી તમારે જન્મ પ્રમાણપત્રના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.


-તેના પર ક્લિક કર્યા પછી તમારી સામે એક એપ્લિકેશન ફોર્મ ખુલશે જેમાં તમારે જરૂરી માહિતી ભરવાની રહેશે.


-તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી તમને એક અઠવાડિયામાં તમારું જન્મ પ્રમાણપત્ર મળી જશે.