Mango Buying Tips:કેરી ખરીદતી વખતે દરેકના મનમાં એક પ્રશ્ન આવે છે કે તેઓ જે કેરી ખરીદી રહ્યા છે તે ખાટી છે કે મીઠી?


કાળઝાળ ગરમી વચ્ચે કેરીની મીઠાશ આખા શરીરને ઉર્જાથી ભરી દે છે. ઉનાળાને કેરીની મોસમ પણ કહેવામાં આવે છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને કેરી ખાવાનું પસંદ ન હોય. પરંતુ કેરી ખરીદતી વખતે આપણે બધા ઘણીવાર એક વાતને લઈને મૂંઝવણમાં પડી જઈએ છીએ કે કેરી ખાટી હશે કે મીઠી? પરંતુ જો કેરી ખરીદતી વખતે આ વાતનું ધ્યાન રાખશો તો કેરી ભાગ્યે જ ખાટી નીકળશે,


કેવી રીતે જાણશો કેરી ખાટી છે કે મીઠી


કેરીની ટોચ અને ડંઠલને જુઓ.


કેરી ખરીદતા પહેલા તેના ઉપરના ભાગને ધ્યાનથી જુઓ અને તેની દાંડી જુઓ. પછી કેરીની ઊંડાઈ જુઓ. જો કેરીના દાંડીના બિંદુ અંદર દબાયેલ હોય તો કેરી  મીઠી હશે.


કેરી ની નીચે જુઓ


એક કેરી લો અને તેની નીચે જુઓ. જો કેરીના નીચેના ભાગ પર કાળો કે ઘાટો રંગ અથવા છાલ  શુષ્ક  હોય તો તેનો સ્પષ્ટ અર્થ થાય છે કે તે તાજી પાકેલી કેરી નથી. તે સારી  દેખાઈ શકે છે પરંતુ તે ખાવામાં મીઠી નહીં હોય.


કેરીને  સૂંઘીને ચકાસો


જ્યારે પણ તમે કેરી ખરીદવા માટે બહાર જાવ ત્યારે તમે તેને સ્પર્શ કરીને અને સૂંઘીને જાણી શકો છો કે કેરી પાકી છે કે નહીં. જો તમે કેરીને દબાવો અને તે સહેજ જ  પોચી લાગે તો તે મીઠી હશે. કારણ કે વધુ પાક્યા પછી કેરીનો સ્વાદ બગડી જાય છે.મીઠી કેરીની સુગંધ ખૂબ જ સારી હોય છે. તેની સુગંધ  જ કહી દે છે કેરી મીઠી છે.   તમે સ્પષ્ટ સમજી શકશો કે આ કેરી એકદમ તાજી છે. વધુ પાકેલી અને બગડેલી કેરીમાંથી દુર્ગંધ આવે છે. જેને સુંઘ્યા પછી તમે સરળતાથી જાણી શકો છો કે તે બિલકુલ તાજી નથી, તે સંપૂર્ણપણે બગડી ગઈ છે.કેરીમાં દાણા પડી ગયા હોય તો પણ આવી કેરી ખરીદી શકાય છે આ કેરી હંમેશા મીઠી નીકળે છે. કેરીના નીચેનો ભાગ દબાવવાથી જો તે થોડી પોચી મહેસૂસ થાય તો પણ તે પાકેલી અને મીછી કેરી નીકળી છે.