Dark Circles Remedies: ડાર્ક સર્કલ દૂર કરવા માટે કેટલાક ઘરેલું ઉપાયો અપનાવી શકાય છે. ચાલો જાણીએ કેટલાક અસરકારક ઘરેલું ઉપચાર વિશે


ડાર્ક સર્કલની સમસ્યાને ઓછી કરવા માટે ચાની પત્તી ખૂબ જ ફાયદાકારક છે. જો આપ આપની   ચાની પત્તીનો ઉપયોગ કર્યા પછી તેને ફેંકી દો છો તો હવેથી સાચવો. વો. આ બાકી રહેલી ચાની પત્તી વડે તમે ડાર્ક સર્કલને દૂર કરીને તમારી સુંદરતા વધારી શકો છો. ચાલો જાણીએ ત્વચાની સુંદરતા વધારવા માટે ચાય પતીનો કેવી રીતે કરશો ઉપયોગ?


કેવી રીતે કરશો ઉપયોગ


ચાયપતીને  સારી રીતે ધોઈ લો. ત્યાર બાદ તેને તડકામાં સૂકવવા મૂકો. જ્યારે ચાના પાંદડા સુકાઈ જાય ત્યારે તેને એક ડબ્બામાં ભરી રાખો. જો તમે ઈચ્છો તો તેને થોડું પીસીને પણ રાખી શકો છો. જેથી પેક તૈયાર કરી લવાગો તો  ક્રેક ઓછી  પડે.


મધ અને ચાયપત્તી


ડાર્ક સર્કલ ઘટાડવા માટે મધ અને ચાના પાંદડાનો ઉપયોગ કરો. આ માટે સૂકી ચાની પત્તી લો. તેમાં 1 ચમચી મધ મિક્સ કરીને આંખોની આસપાસ લગાવો. થોડી વાર પછી આંખો ધોઈ લો. તેનાથી ડાર્ક સર્કલની સમસ્યા દૂર થઈ શકે છે.


લીંબુ અને ચાયપત્તી


લીંબુના બે ટુકડા કરો અને તેમાં ચાની પત્તી લગાવો અને તેને તમારા ડાર્ક સર્કલ  થોડીવાર  ઘસો. ત્યાર બાદ સામાન્ય પાણીથી આંખો ધોઈ લો. આનાથી ડાર્ક સર્કલની સમસ્યાને ધીરે ધીરે ઓછી થઇ જશે.


એલોવેરા અને ચાયપતી


ડાર્ક સર્કલની સમસ્યાને દૂર કરવા માટે, એલોવેરા જેલ સાથે 1 ચમચી ચાની પત્તી મિક્સ કરો. હવે આપ તેને ડાર્ક સર્કલ પર  લગાવો અને થોડીવાર માટે ઘસો. તેનાથી ડાર્ક સર્કલની સમસ્યા દૂર થઈ શકે છે.


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.