ઘણી વખત એવું બને છે કે આપણને મુસાફરી કરવાનું મન થાય છે પરંતુ ઘરમાં પાળતું પ્રાણીઓના કારણે જવાની ઈચ્છા થતી નથી. જો તમારી પાસે ઘરમાં પાળતુ પ્રાણી છે તો પછી થોડા દિવસો માટે પ્રવાસ પર જવું મુશ્કેલ કાર્ય બની જાય છે. જો કે, કેટલાક લોકો તેમના પાળતુ પ્રાણીઓને ઘરે એકલા છોડી દે છે. કેટલાક લોકો પોતાના પાળતું પ્રાણીઓને બાય રોડ લઇ જાય છે પરંતુ જો તમારે ક્યાંક દૂર જવું હોય તો તમે ટ્રેનમાં સફર કરો છો.
ફર્સ્ટ એસી ક્લાસ ટિકિટ
તમને તમારા પાળતુ પ્રાણી સાથે એસી સ્લીપર કોચ, સેકન્ડ ક્લાસ અને ટ્રેનની એસી ચેર કારમાં મુસાફરી કરવાની મંજૂરી નથી. આમ તમારે ફર્સ્ટ એસી ક્લાસ અથવા ફોર સીટર કેબિન અથવા ટુ સીટર કૂપ બુક કરાવવી પડશે. તમારા પાળતુ પ્રાણીને ટ્રેનમાં તમારી સાથે લઈ જતા પહેલા તેને રસી અપાવો. આ સાથે રસીકરણ કાર્ડ પણ તમારી સાથે રાખો. જો શક્ય હોય તો પશુચિકિત્સક પાસેથી તબીબી પ્રમાણપત્ર મેળવો.
મુસાફરી કરતી વખતે પાળતુ પ્રાણી ડરી જાય છે
તમે ટ્રેનની મુસાફરી દરમિયાન તમારા પાળતુ પ્રાણી માટે થોડું સૂકું અને પાણી અને કેટલાક હાડકાં લઈ જઈ શકો છો. પોતાના પાળતુ પ્રાણી માટે ચેઇન લઇને જવાની જવાબદારી માલિકની છે. આ સિવાય માલિકે પોતાના પાળતુ પ્રાણી માટે ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરવી પડશે. મુસાફરી દરમિયાન પાળતુ પ્રાણી ડરે છે. તેથી જ તેઓ વધારે ખાતા કે પીતા નથી.
તેઓ કેબિનને ગંદા કરી શકે છે. આને અવગણવા માટે તમે તેને લાંબા સમય સુધી ટ્રેન જે સ્ટેશન પર રોકાવાની હોય ત્યાં બહાર ફેરવી શકો છો. 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં એકલી મુસાફરી કરતી મહિલાઓ તેમની સાથે એક ડૉગ લાવી શકે છે. એકવાર તમારી કેબિન અથવા કમ્પાર્ટમેન્ટ કન્ફર્મ થઈ જાય તો પ્રવાસના બે કલાક પહેલાં સ્ટેશન પર પહોંચો. પાર્સલ ઓફિસ પર જાવ. અહીં તમારે ટિકિટ, ફિટનેસ સર્ટિફિકેટ અને રસીકરણ કાર્ડ બતાવવાનું રહેશે.