Health Tips:ભલે ફળમાં રહેલા શુગર ચિંતાનો વિષય ન હોય. જો કે આપ ડાયટિંગ કરતા હો અને ફળો અને સલાડ વધુ લેતા હો તો ક્યાં ફળોમાં વધુ શુગર છે તે જાણવું જરૂરી છે
ભલે ફળમાં રહેલા શુગર ચિંતાનો વિષય ન હોય.જો કે તેની દૈનિક કેલેરીના સેવનમાં ગણતરી થાય છે. ડાયાબિટિસના દર્દી અને વજન ઓછી કરવા ઇચ્છતા લોકો માટે ઓછી અને વધુ શુગરના ફળોનો તફાવત જાણવો આ જરૂરી છે.
વધુ શુગરવાળા ફળો
કેરી
કેરીને ફળોનો રાજા કહેવાય છે. કેરી એવું ફળ છે. જે સૌ કોઇનું પસંદગીનું છે. ભાગ્યે જ કેરીને કોઇ નાપસંદ કરે છે.મધ્યમ આકારાની એક કેરીના ફળમાં 45 ગ્રામ શુગરની માત્રા હોય છે. તેથી જો આપ વજન ઉતારવા માંગતો હોતો કેરીને અવોઇડ કરો.
અંગૂર
એક કપ અંગુરમાં 23 ગ્રામ શુગર હોય છે. તેથી જો આપ વજન ઉતારવા માંગતો હો તો અંગુરીની માત્રાને ડાયટમાં ઘટાડી દેવી હિતાવહ છે. અંગુરના ટૂકડ઼ા કરી તેની સ્મૂધી બનાવી આપ તેના ટેસ્ટની લિજ્જત માણી શકો છો.
કેળાં
કેળું ઉર્જાનો ખજાનો છે. મધ્યમ આકારના કેળામાં 14 ગ્રામ શુગર હોય છે. આપ એક કેળું સવારે લઇ શકો છો.એક કેળામાં 14 ગ્રામ શુગર હોય છે.
નાશપાતી
એક મધ્યમ આકારના નાશપાતીમાં 17 ગ્રામ શુગર હોય છે. જો આપ શુગર ઓછી લેવા ઇચ્છતા હો તો નાશપાતીના થોડા ટુકડાને યોગાર્ટમાં મિકસ કરીને લઇ શકો છો.
ઓછી શુગરવાળા ફળો
જામફળમાં શુગરની માત્રા ઓછી હોય છે. જામફળમાં શુગર 5 ગ્રામ અને 3 ગ્રામ ફાઇબર હોય છે. વધુ ફાઇબર મેળવા માટે છાલ સહિત જામફળ ખાવાનો આગ્રહ રાખો, આપ તેને સ્મૂધી સ્નેકમા પણ સામેલ કરી શકો છો,
પપૈયુ
પપૈયાના એક ટૂકડાંમાં શુગરની માત્રા 6 ગ્રામ હોય છે. આપ તેમાં લીંબુ નીચોવીને તેનો સ્વાદ માણી શકો છો, આપ તેમાં સમુદ્ર નમક અને યોગાર્ટમાં મિક્સ કરીને પણ લઇ શકો છો.
Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ, અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને ફક્ત સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા નિષ્ણાંતની સલાહ અવશ્ય લો..