હેલ્થ:પથરીની બીમારી ઓછું પાણી પીવાથી અને ખોટી આહાર શૈલીના કારણે થાય છે. તેનો દુખાવો અસહ્ય હોય છે. પથરીની સમસ્યાના કારણે સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે.


વિટામિન-સી

જો આપ સ્ટોનની સમસ્યાથી પરેશાન હો તો વિટામિન સીનું સેવન ઓછું કરો, વિટામિ સીના વધુ સેવનથી પથરીની સમસ્યા થઇ શકે છે.

કોલ્ડ ડ્રિન્કસ

જે લોકોને કિડની સ્ટોનની સમસ્યા હોય તેમના માટે કોલ્ડ ડ્રિન્કનું સેવન ખતરનાક છે. તેમાં ફોસ્ફરસ એસિડ મોજૂદ હોય છે. જેનાથી પથરીની સમસ્યા વધી શકે છે.

શાકભાજી

સ્ટોનની સમસ્યામાં બીજવાળી શબ્જીને અવોઇડ કરવી જોઇએ.ખાસ કરીને ટામેટા,  પાલક, રીંગણ, પાલકનું સેવન કરવાથી સ્ટોનની સમસ્યા વધી શકે છે.

પ્રોટીન

કિડની સ્ટોનના રોગીઓએ પ્રોટીનનું સેવન ન કરવું જોઇએ. સ્ટોનના દર્દીએ વધુ માછલી,માંસનું સેવન ટાળવું જોઇએ.  નહિતો આ સમસ્યા વધી શકે છે.

સોડિયમ

કિડની સ્ટોનના દર્દી માટે સોડિયમની વધુ માત્રા વધુ ખતરનાક સાબિત થાય છે. જંકફૂડ, પેકેટસ, ડબ્બામાં પેક ફૂડ,નમકના વધુ સેવનથી બચવું જોઇએ.