Laptop Buying Tips:જો આપ નવું લેપટોપ ખરીદવા જઇ રહ્યાં છો તો આપને પ્રોસેસરથી લઇને રૈમ સુધી દરેક વાતોનું ધ્યાન રાખવું પડશે, આ ટિપ્સની મદદથી આપ એક બેસ્ટ લેપટોપ ખરીદી શકો છો.


કોરોનાની મહામારીમાં ઘણું બધું બદલાય ગયું છે. મોટાભાગની કંપની હાલ તેમના કર્મચારીઓ પાસે વર્કફ્રોમ કરાવી રહી છે. તો બીજી બાજુ બાળકોના પણ ઓનલાઇન ક્લાસીસ શરૂ થઇ ગયા છે. આ સ્થિતિના કારણે સારા લેપટોપની ડિમાન્ડ વધી ગઇ છે. જો આપ પણ નવું લેપટોપ ખરીદવાનું વિચારતા હો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખવું.


50 હજારની અંદર હોય કિંમત


જો આપ કોઇપણ વિન્ડો લેપટોપ ખરીદી રહ્યાં હો તો તેની કિમત 50 હજારથી વધુ ન હોવી જોઇએ કારણે કે સ્કૂલ, કોલેજના ક્લાસ માટે વધુ કિંમતી લેપટોપ ખરીદવું વ્યાજબી નથી. આ માટે એચપી, ડેલ,આસુસ, સહિત એનેક એવી બ્રાન્ડ છે, જે સારા લેપટોપ પેશ કરે છે.


આવું હોવું જોઇએ પ્રોસેસર


હાલ માર્કેટમાં  Intel Core i3 લેપટોપ  મોજૂદ છે. જો કે બેસ્ટ એ રહેશે કે, આપ Intel Core i5 પ્રોસેસર વાળું લેપટોપ ખરીદો.તેની શાનદાર પર્ફોમ્સ આપના ઓફિસ અને અન્ય કામને સરળ બનાવશે.


આટલી હોય RAM


લેપટોપમાં ઓછામાં ઓછા 8 GB રૈમ હોવી જોઇએ. જો તેનાથી વધુ હોય તો વધુ સારૂં. સ્ટૂડન્ટસ માટે 8 રેમ વાળા લેપટોપ પરફેક્ટ છે.  4 GB વાળા લેપટોપ સ્લો કામ કરે છે. તેમાં કામ કરવામાં પરેશાની આવે છે.


Hard Driveનું પણ ધ્યાન રાખો


નવું લેપટોપ ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે, તેની હાર્ડ ડ્રાઇવ 512 GB સુધી હોવી જોઇએ. વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન લેક્ચર્સ કે નોટ ડાઉન લોડ કરતી વખતે સ્પેસ હોવી ખૂબ જ જરૂરી છે.આ સ્થિતિમાં લેપટોપ ખરીદતી વખતે સ્પેસની જરૂર ખ્યાલ રાખો.


સારૂ એન્ટી વાયરસ ખરીદો


લેપટોપ ખરીદતી વખતે પાવરફુલ એન્ટી વાયરસ સોલ્યુશન પણ ખરીદો. આ એન્ટી વાયરસ  આપના લેપટોપને હેકર્સથી બચાવશે. એક નવા લેપટોપમાં સારા સારૂ એન્ટી વાયરસ હોવું પણ ખૂબ જ જરૂરી છે.