Rice water benefits: જો આપ પણ ચોખાનું પાણી ફેંકી દો છો, તો ભવિષ્યમાં આવું ન કરશો, કારણ કે ચોખાનો સ્ટાર્ચ તમારા વાળ અને ચહેરાની સુંદરતા જાળવવવા માટેનો કારગર પ્રયોગ છે. જાણીએ ચોખાનું પાણી કઇ રીતે ઉપયોગી છે.
ઘણીવાર લોકો ચોખા રાંધ્યા પછી આ પાણીને ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો કે આમ કરવાથી આપણે ચોખાના તમામ પૌષ્ટિક તત્વોને પાણીની સાથે ફેંકી દઇએ છીએ. આ પાણીના અદભૂત ફાયદા જાણીએ આપ પણ આ પાણીનો ઉપયોગ કરવાનું ચૂકશો નહીં.
- રાઇસ વોટરનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
- જો વાળ સફેદ હોય કે ખરતા હોય તો વાળ ધોયા પછી ચોખાના સ્ટાર્ચને મૂળ પરથી વાળ પર લગાવો પછી શેમ્પૂ અને કન્ડિશનર વડે ધોઈ લો.
- ઓરિજેનોલ તત્વ જે અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસરને ઘટાડે છે, તે ચોખાના સ્ટાર્ચમાં જોવા મળે છે, તેથી જો ત્વચા પર ચેપ હોય તો ચહેરા પર ચોખાનો સ્ટાર્ચ લગાવો.
- રાઈસ વોટરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને તે તમારા મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે.
- રાઇસ વોટરમાં મળતા એન્ટી બેક્ટેરિયલ ગુણ બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સની સમસ્યાને દૂર કરે છે.
- ચોખાનું પાણી વાયરલ ફિવરમાં ઔષધનું કામ કરે છે. તાવમાં ચોખાના પાણીમાં થોડું નમક નાખીને પીવાથી તાવ ઝડપથી ઉતરે છે અને શરીરને પોષણ મળે છે.
- ચોખાના પાણીના સેવનથી શરીરમાં રક્ત પરિભ્રમણ સારું રહે છે.
- તે શરીરના તાપમાનને સંતુલિત રાખવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
- લો બ્લડ પ્રેશરમાં જો તમે ચોખાના પાણીમાં મીઠું નાખીને પીશો તો આ સમસ્યામાં જલ્દી રાહત મળે છે.
- ચોખાનું પાણી પાચનક્રિયા માટે ઉત્તમ છે અને અપચો પણ મટે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.