ભારતીય સંસ્કૃતિ મંત્રાલયના "જ્ઞાન ભારતમ મિશન" એ પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરાના સંરક્ષણની  તરફ એક મોટું પગલું ભર્યું છે. હરિદ્વાર સ્થિત પતંજલિ યુનિવર્સિટીને સત્તાવાર રીતે  "ક્લસ્ટર સેન્ટર" (Cluster Center)  તરીકે માન્યતા આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે પતંજલિ યુનિવર્સિટી દેશની પ્રથમ સંસ્થા છે જે આ મિશન હેઠળ પસંદ કરવામાં આવી છે, જે પૂર્ણ રીતે યોગ શિક્ષણ પર આધારિત  છે.

Continues below advertisement

આ ભાગીદારીને ઔપચારિક રુપ આપવા માટે હરિદ્વારમાં એક સમારોહ યોજાયો હતો જ્યાં પતંજલિ યુનિવર્સિટી અને જ્ઞાન ભારતમ મિશન વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ પણ હાજર હતા.

કેમ મહત્વપૂર્ણ છે આ ભાગીદારી ?

Continues below advertisement

પતંજલિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. આચાર્ય બાલકૃષ્ણએ આંકડા દ્વારા આ ભાગીદારીનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જ્ઞાન ભારતમ મિશન હેઠળ અત્યાર સુધીમાં કુલ 33 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાંથી 20 સંસ્થાઓને "ક્લસ્ટર સેન્ટર" તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આ 20 કેન્દ્રોમાં આઠ યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે, પરંતુ પતંજલિ યુનિવર્સિટી યોગ શિક્ષણના ક્ષેત્રમાં પ્રથમ ક્લસ્ટર સેન્ટર બની છે.

આજ સુધીમાં પતંજલિએ પોતાના સ્તર પર 50,000 થી વધુ પ્રાચીન ગ્રંથોનું સંરક્ષણ, આશરે 42 લાખ પાનાનું ડિજિટાઇઝેશન અને 40 થી વધુ દુર્લભ હસ્તપ્રતોનું શુદ્ધિકરણ અને પુનઃપ્રકાશનનું કાર્ય પૂર્ણ કર્યું છે. હવે, ક્લસ્ટર સેન્ટરની સ્થાપના સાથે પતંજલિ આ વિશેષજ્ઞતાનો ઉપયોગ કરતા 20  અન્ય કેન્દ્રોને પણ  તાલીમ અને માર્ગદર્શન કરશે.

સંશોધન અને શિક્ષણ ક્રાંતિનો સંગમ

જ્ઞાન ભારતમ મિશનના પ્રોજેક્ટ ડિરેક્ટર ડૉ. અનિર્બાન દાશે જણાવ્યું કે આ કેન્દ્રનો પ્રાથમિક ઉદ્દેશ્ય ફક્ત પ્રાચીન દસ્તાવેજોનું જતન કરવાનો નથી, પરંતુ તેમને આજની શિક્ષણ પ્રણાલી સાથે એકીકૃત કરવાનો પણ છે. તેમણે કહ્યું કે ક્લસ્ટર સેન્ટર તરીકે પતંજલિ યુનિવર્સિટી યોગ અને આયુર્વેદ પર આધારિત હસ્તપ્રતો પર ઊંડાણપૂર્વક સંશોધન કરશે અને તેમને "શિક્ષણ ક્રાંતિ" સાથે જોડીને તેને સામાન્ય લોકો અને યુવાનો સુધી પહોંચાડશે.

પીએમ મોદીના વિઝનને આપ્યો શ્રેય

સમારોહ દરમિયાન પતંજલિ યુનિવર્સિટીના ચાન્સેલર અને યોગ ગુરુ સ્વામી રામદેવે તેને ભારતીય જ્ઞાન પરંપરા માટે એક ઐતિહાસિક ક્ષણ ગણાવી. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે 'જ્ઞાન ભારતમ મિશન' પ્રધાનમંત્રીના વિઝનનું જીવંત ઉદાહરણ છે, જેનો ઉદ્દેશ્ય ભારતના લુપ્ત થતા સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવાનો છે.