Itchy Ears Remedies:કાનમાં ખંજવાળ આવવાની સમસ્યાનું કારણ કાનમાં શુષ્કતા હોઈ શકે છે. આ સ્થિતિમાં કાનની સ્કિનમાં મોશ્ચર જરૂર હોય છે. ચાલો જાણીએ કેટલાક આસાન ઉપાય જેનાથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય.


કાનમાં ખંજવાળનું મુખ્ય કારણ મોટાભાગે  સાઇનસ અને સાયનસ હોય છે. ઉપરાંત જો આપને બહુ લાંબા સમયથી શરદી હોય અને ગળામાં દુખાવો હોય તો આ સ્થિતિમાં કાનમાં ખંજવાળ પણ આવી શકે છે. કાનમાં લાંબા સમય સુધી ખંજવાળને કારણે કાનની અંદર ખંજવાળ આવી શકે છે. આ સ્થિતિમાં તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. આ સિવાય કાનમાં ખંજવાળની ​​સમસ્યાને ઓછી કરવા માટે તમે કેટલાક અસરકારક ઘરેલું ઉપચારની મદદ લઈ શકો છો. આજે આ લેખમાં અમે તમને કાનમાં ખંજવાળની ​​સમસ્યાને દૂર કરવા માટેના કેટલાક અસરકારક ઘરેલું ઉપાયો વિશે જણાવીશું. આવો જાણીએ કાનમાં આવતી ખંજવાળની સમસ્યા દૂર કરવું જોઇએ.


કાનમાં આવતી ખંજવાળની પરેશાનીમાં આટલું કરો


કાનની અંદર આવતી ખંજવાળને દૂર કરવા માટે સ્કિનને ડ્રાયનેસથી દૂર રાખવી જરૂરી છે. આ માટે ક્યાં કારગર ઉપાય છે. જાણીએ.


ઓલિવ ઓઇલ


કાનની અંદરની સ્કિનની ડ્રાઇનેસને દૂર કરવા માટે આપ ઓઇલ ઓઇલનો ઉપયોગ કરી શકો છો. બેબી ઓઇલ પણ ઉપયોગમાં લઇ શકાય.આ માટે રાત્રે સૂતા પહેલા બે ડ્રોપ કાનમાં નાખો. જેનાથી સ્કિનની ડ્રાઇનેસ દૂર થાય છે અને ખંજવાળની સમસ્યાથી પણ તરત જ રાહત મળશે.


યર બર્ડનો આ રીતે કરો ઉપયોગ


કાનમાં ખંજવાળ આવતી હોય તેવી સ્થિતિમાં આ ઇયર બર્ડનો ઉપયોગ કરી શકો છો પરંતુ વારંવાર તેનો ઉપોયગ ન કરો. આપ ઇયરબર્ડમાં સરસવનું તેલ લગાવો અને બાદ ઇયરબર્ડનો ઉપયોગ કરો.  આ પ્રયોગથી પણ ખંજવાળથી રાહત મળશે.


આલ્કોહોલ યુક્ત વિનેગર


સ્વિમિંગના કારણે પણ કેટલાક લોકોને કાનમાં ખંજવાળની સમસ્યા થાય છે. આ સ્થિતિમાં આલ્કોહોલ યુક્ત વિનેગરનો ઉપયોગ કરી શકો છો. તેનાથી કામમાં ખંજવાળ દૂર થાય છે. ઉપરાંત કાનમાં મોજૂદ વઘારાના પાણીને પણ સૂકવવામાં મદદ મળે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.