રસોડો ઘરનો એવો  વિસ્તાર છે, જે સૌથી વધુ ગરમ રહે છે, કારણ કે અહીં ગેસ  ઉપરાંત અનેક ઇલેક્ટ્રિક ઉપકરણો પણ ઉપયોગમાં લેવાય છે, જેના કારણે ગરમી વધારે વધી જાય છે. આ જ કારણે ગરમીઓમાં રસોડામાં કામ કરવું કે રસોઇ કરવી સૌથી મુશ્કેલ કામ લાગે છે. ગરમી સાથે સાથે રસોડામાં કલાકો સુધી કામ કરવું સજાથી કમ નથી લાગતુ. આ કારણે ઘણી વખત થોડા કામે વધુ  થાક અનુભવાય છે.  તો  આ સમસ્યાથી રાહત મેળવવાની અને ગરમીમાં કિચનને કૂલ રાખવીની ટિપ્સ સમજી લઇએ

સ્માર્ટ કુકિંગ હૅક્સ અપનાવો

ભયંકર ગરમીમાં જો તમને રસોડાને કૂલ રાખવા માંગતા હો તો સ્માર્ટ કુકિંગ હૅક્સ અપનાવવાની જરૂર છે. સાથે જ કેટલીક નાની ટિપ્સ દ્વારા તમે રસોડામાં ઠંડક જાળવી શકો છો, જેથી ગરમી તમને પરેશાન ન કરે. તમે ગેસ સ્ટવને બદલે ઇન્ડકસ યુઝ કરી શકો છો ઇન્ડકસ યુઝ કરતી વખતે તમે કિચનમાં ફેન પણ ચલાવી શકો છો. આ રીતે ગરમીને ઓછી કરી શકો છો. 

Continues below advertisement
Continues below advertisement

1. વેન્ટિલેશન સુધારોરસોડો ગરમીઓમાં કામ કરવા યોગ્ય ઠંડો રાખવા માટે સૌથી પહેલા વેન્ટિલેશન સુધારવું જરૂરી છે.

રસોડાની બારીઓ ખુલ્લી રાખો, જેથી બહારની તાજી હવા અંદર આવી શકે. આવું કરવાથી  ગેસમાંથી ઉત્પન્ન થતી ગરમી ઘટે.જો રસોડામાં વેન્ટિલેશન યોગ્ય ન હોય, તો સમર સીઝનમાં ઘરનો કોઈ ભાગ ઓપન કિચન તરીકે ઉપયોગ કરી શકો છો. આ એક ઉત્તમ વિચાર રહેશે.

ખોરાકને  ખુલ્લા ન રાખો ખોરાક પકાવતી વખતે તેને ખુલ્લું ન રાખો.ખુલ્લા કૂકિંગથી હીટ-હ્યુમિડિટી વધારે થાય છે અને સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય નથી. આ રીતે  રસોઇ કરવાથી કિચનની ગરમી પણ વધે છે.

4. એગ્ઝૉસ્ટ ફૅન જરૂરીગરમીમાં ઘરમાં એગ્ઝોસ્ટ ફૅન જરૂર લગાવો.ખાસ કરીને રસોડાની બારીઓ આ ફૅન લગાવવો જોઈએ, જેથી ખોરાક બનાવતી વખતે બહાર ગરમી ઝડપથી નીકળે.જો બારીઓ માટે જગ્યા ન હોય, તો ગેસ ચુલ્લાના ઉપર ચિમની લગાવી શકો છો, જેથી બાફ, મસાલાની વાસ બહાર નીકળતી રહે.

વન પોટ કુકિંગગરમી અને હ્યુમિડિટીથી બચવા માટે સ્માર્ટ રીતે કૂકિંગ કરો.વન પોટ કૂકિંગથી બહુ ફાયદો થાય છે.ત્રણ ખાનાનું કૂકર યુઝ કરો, જેમાં દાળ, ભાત, શાક ત્રણેય એક સાથે જ બની જાય છે.કિચનને કૂલ રાખવા માટે આપ કિચનમાં ઇન્ડોર પ્લાન્ટ પણ લગાવી શકો છો