આજના સમયમાં દરેક લોકોને ધનવાન બનવાની ઈચ્છા હોઈ છે. તમે ઘણા લોકોને જોયા હશે જે ધનવાન બનવા માટે ખુબ પ્રયત્ન કરતા હોય છે. તેમ છતાં પણ તેઓ ધનવાન નથી બની શકતા હોતા. પરંતુ મિત્રો આપણે પ્રયત્ન કરવા છતાં પણ ધનવાન ન બનતા હોઈએ તો તેની પાછળ આપણી અમુક આદતો પણ જવાબદાર હોય છે. આપણા જીવનમાં એવી ઘણી આદતો આપણે અજાણતા અનુસરતા હોઈએ છીએ જેના કારણે આપણે ઇચ્છવા છતાં પણ ધનવાન નથી બની શકતા. શાસ્ત્રો અનુસાર આપણે જાણતા અજાણતા એવા ઘણા કાર્યો કરતા હોઈએ છીએ જે આપણા માટે નુકશાનદાયક હોય છે અને આ જ ભૂલોના કારણે વ્યક્તિની આર્થિક સ્થિતિ નબળી થઇ જતી હોય છે. આ ભૂલો વ્યક્તિને હંમેશા ગરીબ બનાવીને રાખે છે. આ આદતો વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. ઘણા લોકોને આવી આદતો હોય છે પરંતુ તેઓ તેનાથી થતા નુકશાનથી અવગત નથી હોતા. માટે આ આદતો ખાસ જાણો અને જો તમે પણ આ આદતોમાંથી કોઈ આદત ધરાવો છો તો આજે જ તેને છોડી દેવી જોઈએ, જેનાથી તમે ધનવાન બની શકો. તો ચાલો જાણીએ કે તે આદતો આખરે કંઈ કંઈ છે.


થાળીમાં એઠું જમવાનું મુકવું:


સૌથી પહેલી આદત છે થાળીમાં ભોજન એઠું મુકવું એટલે કે વધારવું. ઘણા લોકોને એવી આદત હોય છે કે પોતાની થાળીમાં જમ્યા બાદ ભોજન એઠું મૂકી દેતા હોય છે. આ ભૂલના કારણે અન્ન દેવતાનું અપમાન થાય છે અને અન્ન દેવતા નારાજ થઇ જાય છે જેના કારણે તમારે ભવિષ્યમાં અન્નની અછતનો સામનો કરવો પડે છે.


ગમે ત્યાં થૂકવું:


બીજી આદત છે જ્યાં ત્યાં થૂકવું. ઘણા લોકોને અલગ અલગ જગ્યાએ જ્યાં ત્યાં થુકવાની ખોટી આદત હોય છે. પરંતુ મિત્રો તમને જાણવી દઈએ કે આ આદતના કારણે વ્યક્તિનો ચંદ્ર અને ગ્રહોની નીચે આવવા લાગે છે જેના કારણે આર્થિક સમસ્યાઓ જીવનમાં ઉભી થવા લાગે છે.


સવારે ઉઠ્યા બાદ પથારી સરખી ન કરવી:


ત્રીજી આદત છે સવારે ઉઠ્યા બાદ પથારી ઠીક ન કરવી. ઘણા લોકોને એવી આદત હોય છે કે સવારે ઉઠ્યા બાદ તરત જ બેડ સરખું નથી કરતા, થોડા સમય બાદ કરતા હોય છે. પરંતુ આવું ક્યારેય ન કરવું જોઈએ. તેનાથી ધન સંબંધી સમસ્યાનો સામનો કરવો પડે છે. સવારે ઉઠ્યા બાદ સૌથી પહેલું કામ તમારું બેડ કે પથારી ઠીક કરવાનું હોય છે. સવારે ઉઠ્યા બાદ તરત જ પથારીની ઘડી કરી વ્યવસ્થિત કરવાથી આખો દિવસ શુભ રહે છે અને કાર્યમાં સફળતા મળે છે. આ કાર્ય રોજ કરવાથી આળસ જતી રહે છે. જેના કારણે ઘરમાં લક્ષ્મી પ્રવેશે છે.


મોટાનું માન સમ્માન ન રાખવું:


ચોથી આદત છે મોટાનું માન સમ્માન ન રાખવું. ઘણા એવા લોકો હોય છે જે થોડા ઘણા સફળ થાય તો પોતાનાથી મોટા લોકોનું આદર કરવાનું ભૂલી જતા હોય છે અને અપમાન કરતા હોય છે. તો આવા લોકો જિંદગીમાં ક્યારેય આગળ નથી વધી શકતા. તેઓ પોતાની એક જગ્યા પર જ રહે છે. ક્યારેય તેમને તેમના કાર્યોમાં બઢતી નથી મળતી જેથી તેમનું ધનવાન બનવાનું સપનું પણ ક્યારેય પૂરું નથી થતું. માટે હંમેશા આપણાથી મોટાહોય તેવા લોકોનો આદર કરવો અને તેનું માન સમ્માન રાખવું જોઈએ.


વૃક્ષો વાવ્યા બાદ તેનું જતન ન કરવું:


પાંચમી આદત છે કે ઘરની આસપાસ વૃક્ષો અને છોડવાઓ વાવ્યા બાદ તેનું વ્યવસ્થિત જતન ન કરવું. મિત્રો જો તમે ઘરની આસપાસ કે ઘરના કુંડામાં કોઈ છોડ વાવ્યો હોય અને રોજે નિયમિત જો તમે તેની માવજત ન કરો તો જે રીતે તે છોડ સુંકાઈ જાય છે તે જ રીતે ઘરમાં પણ બર્બાદી આવવા લાગે છે. તેથી ઘરની આસપાસ ઉગેલા વૃક્ષો તેમજ છોડની માવજત એક પરિવારના સભ્યની જેમ કરવી જોઈએ. જે રીતે આપણે બધા સમય સમય પર ભોજન વગેરે લેતા હોય તે જ રીતે તેને સમય સમય પર પાણી પીવડાવવું જોઈએ. તેનાથી આપણા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. અને જો તેને કોરા રાખીએ તો લક્ષ્મી નારાજ થાય છે.


પગને ગંદા રાખવા:


છઠ્ઠી આદત છે પગને ગંદા રાખવા. ગંદા પગ ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે. તેથી જે રીતે આપણે ચહેરાની સાફ સફાઈનું ધ્યાન રાખીએ છીએ તે જ રીતે પગની સાફ સફાઈનું પણ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત પગને ધોવાથી ક્રોધ અને તણાવ ઝડપથી દુર થાય છે.


વૃદ્ધ વ્યક્તિ કે સ્ત્રીનું દિલ દુભાવવું:


સાતમી આદત છે વૃદ્ધ વ્યક્તિ કે સ્ત્રીનું દિલ દુભાવવું. જે વ્યક્તિ પોતાના જીવનમાં સ્ત્રીઓ અને વડીલોનું અપમાન કરે તેમની ક્યારેય તરક્કી નથી થતી. માટે જો તમારે એક સફળ અને ધનિક વ્યક્તિ બનવું હોય તો વૃદ્ધ અને સ્ત્રીઓનું દિલ દુભાવતા બચવું જોઈએ. જો તમારાથી અજાણતા આ ભૂલ થઇ ગઈ હોય તો તેની માફી માંગી લેવી જોઈએ અને ભવિષ્યમાં ધ્યાન રાખવું જોઈએ.


તો મિત્રો રોજીંદા જીવનમાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે અને પ્રયત્નો કરવામાં આવે તો તમે સફળ અને ધનવાન અવશ્ય બનો છો.