Kids Recipe: બાળકોને દર બેથી ત્રણ કલાકે કંઈક ખવડાવવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં તમારે શું બનાવવું અને તેઓને શું આપવું જોઈએ જે સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ હોવા ઉપરાંત તેમની ભૂખ પણ ઘટાડે. જો તમારા બાળકોને સાંજે ભૂખ લાગે અને બહારથી જંક ફૂડ, આઈસ્ક્રીમ ખાવાની માંગ કરે. તો ઘરે આ ટેસ્ટી કેળા પુરી બનાવીને ખવડાવો. જેનો સ્વાદ પણ પસંદ આવશે અને બાળકો બહારનો બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાથી બચી જશે. તો ચાલો જાણીએ કેળા પુરી બનાવવાની રેસિપી કઈ છે, જે સમય બગાડ્યા વિના મિનિટોમાં તૈયાર થઈ જશે.
કેળા પુરી બનાવવા માટેની સામગ્રી
- બે પાકેલા કેળા
- 1/4 કપ સોજી
- એક કપ ઘઉંનો લોટ
- 1 ચમચી વરિયાળી પાવડર
- 1 ચમચી એલચી પાવડર
- 2 નાના ટુકડા ગોળ
- એક ચમચી દેશી ઘી
કેળાની પુરી બનાવવા માટેની રેસીપી
સૌ પ્રથમ એક બાઉલમાં કેળાને છોલીને કાપી લો. પછી કાંટાની મદદથી તેને મેશ કરો. હવે તેમાં ગોળ મિક્સ કરો. કેળામાં ઉમેરતા પહેલા ગોળને સારી રીતે ક્રશ કરી લો. તેની સાથે રવો ઉમેરો અને ઘઉંનો લોટ ઉમેરીને મિક્સ કરો. હવે તેમાં વરિયાળી પાવડર, એલચી પાવડર નાખીને મિક્સ કરો. આ બધી વસ્તુઓ મિક્સ કરીને લોટ બાંધો. ધ્યાન રાખો કે લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ ન કરવો. કણકને માત્ર છૂંદેલા કેળા સાથે જ મિક્સ કરવાનો છે અને ત્યારબાદ તેમાં થોડું દેશી ઘી ઉમેરીને બરાબર મિક્સ કરી લોટ બાંધી લો
હવે આ લોટમાંથી નાના નાના ગુલ્લા તૈયાર કરો. ત્યારબાદ તેના પર કોરો લોટ લગાવી તેને પૂરીના આકારમાં વણી લો. હવે એક કડાઈમાં તેલ નાખો અને તેને બરાબર ગરમ થવા દો. તેલ ગરમ થઈ જાય એટલે વણેલી પૂરીને એક પછી એક તેલમાં નાખી સારી રીતે બંને તરફ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. આમ એક પછી એક પૂરીને સારી રીતે તળી લો. તૈયાર છે ટેસ્ટી કેળા પુરી. રમતાં રમતાં પણ બાળકો તેને સરળતાથી ખાઈ જશે. જો તમે ઇચ્છો તો તમે તેને ક્રીમી ડીપ સાથે પણ બાળકોને સર્વ કરી શકો છો.
Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.