હેલ્થ: ગરમીની શરૂઆત થઇ ગઇ છે. ગરમીની સિઝનમાં ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું જરૂરી બની જાય છે. ખુદને ફિટ અને મજબૂત રાખવા માટે આપણે અનેક ફળોનું સેવન કરીએ છીએ. મોસંબીનું સેવન ગરમીની સિઝનમાં સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે. મૌસંબી વિટામીન -સી, ફાઇબર, પોટેશિ્યમથી ભરપૂર છે.  મૌંસબીના સેવનના ફાયદા જાણી લો..


મોસંબી વિટામિન સીથી ભરપૂર છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બીમારી સામે લડવામાં મદદ આપે છે. ગરમીમાં મોસંબીનું સેવન સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કોરોના કાળમાં પણ ઇમ્યુનિટિ બૂસ્ટ કરવા માટે મોસંબીનું જ્યુસ પીવાની સલાહ આપવામાં આવી હતી. 


મોસંબીબ્લડપ્રેશરને નિયંત્રિત રાખે છે. મૌસંબી બોડીને ડિટોક્સીફાઇ કરે છે. તેના સેવનથી શરીરમાંથી ટોક્સિન બહાર નીકળી જાય છે. આ કારણે જ બ્લડપ્રેશરના રોગી માટે હિતકારી મનાય છે. 


મોસંબીગેસ અને કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં પણ કારગર છે મોસંબીમાં ડાયટરી ફાઇબર હોય છે. આ સ્થિતિમાં જે લોકોને ગેસ અને કબજિયાતની સમસ્યા રહે છે તેને  મોસંબી ખાવાની સલાહ આપવામાં આવે છે. 


મોસંબી ગરમીમાં શરીરને ઠંડું રાખવામાં મદદરૂપ થાય છે. ગરમીની સિઝનમાં જ્યૂસ કે સિરકા બનાવીને પણ તેનું સેવન કરી શકાય છે. મોસંબીની ખાસિયત એ છે કે તે બહુ લાંબા સમય સુધી ખરાબ નથી થતી. ગરમીની સિઝનમાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે પણ મોસંબીના જ્યુસનું સેવન ઉત્તમ મનાય છે.