ખાદ્ય ઈતિહાસકારોના મતે વિશ્વભરની ઘણી સંસ્કૃતિઓએ પ્રાચીન સમયથી બેકડ બ્રેડ અને ચીઝનો આનંદ માણ્યો છે. 1920 ના દાયકામાંઅમેરિકામાં સેન્ડવીચનું મોર્ડન વર્ઝન તૈયાર કરવામાં આવ્યું હતું. જે ગ્રીલ્ડ ચીઝ સેન્ડવિચ હતી. બ્રેડ અને અમેરિકન ચીઝ સરળતાથી ઉપલબ્ધ થતાં જ અમેરિકનોએ ઓપન-ફેસ ગ્રીલ્ડ ચીઝ સેન્ડવીચ બનાવવાનું શરૂ કર્યું. જે પછી તે કમ્ફર્ટ ફૂડ બની ગયું. આ ટોપ કમ્ફર્ટ ફૂડને યાદ રાખવા માટેદર વર્ષે 12 એપ્રિલના રોજ નેશનલ ગ્રીલ્ડ સેન્ડવિચ ડે ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસે ગ્રીલ્ડ ચીઝ સેન્ડવિચ કેવી રીતે બનાવવી તે અહીં જાણો


 


ગ્રીલ્ડ ચીઝ સેન્ડવીચ બનાવવા માટેની સામગ્રી


નંગ સફેદ બ્રેડ


- 3 ચમચી માખણ


- 2 ચીઝ સ્લાઈસ


ગ્રીલ્ડ ચીઝ સેન્ડવીચ બનાવવા માટેની રીત


 


સૌપ્રથમ સેન્ડવીચ બનાવવા માટે નોનસ્ટીક તવાને મધ્યમ તાપ પર ગરમ કરો. પછી બ્રેડની સ્લાઈસ પર બટર સારી રીતે લગાવો. ગરમ તવા પર બ્રેડ બટર-સાઇડ નીચે મૂકો. પછી બ્રેડની ઉપરની સ્લાઈસ પર પીસ મૂકો. બ્રેડની બીજી સ્લાઈસની એક બાજુ બટર લગાવો અને ચીઝની ઉપર બટરવાળી બાજુ મૂકો. એક બાજુ લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો અને પછી પલટાવો. ચીઝ ઓગળે ત્યાં સુધી પકવતા રહો. તૈયાર છે ગ્રીલ ચીઝ સેન્ડવીચ. તમે ગ્રીલને બદલે ગ્રિલિંગ મશીનનો પણ ઉપયોગ કરી શકો છો.


Trolled: મિની ફ્રૉક પહેરવા પર એકદમ ખરાબ રીતે ટ્રૉલ થઇ દિશા પટ્ટણી, ફેન્સે પુછ્યું - 'નાની છોકરી છો ક્યાં ?'


Disha Patani Trolled: બૉલિવુડની સુપરસ્ટાર અને યુવા બૉલ્ડ એક્ટ્રેસ દિશા પટ્ટણીએ તાજેતરમાં જ પોતાના ગ્લેમરસ લૂક અને ફિટનેસને લઇને ફરી ચોંકાવ્યા છે. આ વખતે તેના ફેન્સ ફરીથી તેની પ્રસંશા અને કેટલાક વળી, તેનું ટ્રૉલિંગ કરવા લાગ્યા છે. હાલમાં જ દિશા પટ્ટણી પોતાના લેટેસ્ટ લૂકના કારણે ખુબ ટ્રૉલિંગ થઇ રહી છે હાલમાં જ એક્ટ્રેસ લન્ચ ડેટ દરમિયાન જોવા મળી હતી, જ્યાં તેણે શોર્ટ ડ્રેસ પહેરેલો હતો, આ કારણે તે ખુબ ટ્રૉલ થઇ હતી.


મિની ફ્રૉક પહેરવા પર ટ્રૉલ થઇ દિશા પટ્ટણી - 
જોકે, દિશાને તેના બૉલ્ડ એપ્રૉચ અને ગ્લેમરસ દેખાવને કારણે લાખો ફેન્સ પસંદ કરે છે, પરંતુ આ વખતે તેને ટ્રૉલિંગનો સામનો કરવો પડ્યો છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયોમાં દિશા પટ્ટણી ફ્લૉરલ મિની ફ્રૉકમાં દેખાઇ રહી છે. એક્ટ્રેસનો આ વીડિયો પણ ઈન્સ્ટા બૉલીવુડે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ શેર કર્યો છે. જેમાં તે ખુલ્લા વાળ અને લાઇટ મેકઅપમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. અહીં કેટલાક ફેન્સને એક્ટ્રેસનો આ લૂક ખુબ પસંદ આવી રહ્યો છે, તો વળી, કેટલાકે તેને આ વિચિત્ર કપડા પર નિશાન સાધ્યુ છે