રાત્રે સૂતી વખતે આરામદાયક કપડાં પહેરવા ખૂબ જ જરૂરી છે કારણ કે તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. ઘણી સ્ત્રીઓ રાત્રે સ્કિન ટાઇટ કપડા પહેરીને સૂઈ જાય છે. ખાસ કરીને બ્રા અને અંડરવિયર. જો કે, આવું કરવું સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું માનવામાં આવતું નથી. સ્કિન ટાઇટ અન્ડરગાર્મેન્ટ પહેરીને સૂવું એ માત્ર મહિલાઓ માટે જ નહીં પરંતુ પુરુષોના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે.


વાસ્તવમાં રાતે સૂતા સમયે ખુલ્લા કપડાં પહેરવાની સલાહ આપવામાં આવે છે. નિષ્ણાતો એમ પણ કહે છે કે તમારે રાત્રે કપડાં પહેરીને સૂવું જોઈએ નહીં અથવા તો રાતના સમયે લૂઝ નાઈટ સૂટ પહેરીને સૂઈ શકો છો.


શું તમે રાત્રે યોગ્ય કપડાં પહેરીને સૂવો છો? જો કે આ પ્રશ્ન તમને થોડો વિચિત્ર લાગશે. પરંતુ શું તમે જાણો છો કે બેડ પર યોગ્ય કપડાં પહેરીને ન સૂવાથી તમારી ઊંઘ અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. પરંતુ જો તમે સૂતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો તમે તમારામાં પરિવર્તન અનુભવશો.


રાત્રે અંડરગારમેન્ટ્સ પહેરીને સૂવાના ગેરફાયદા


રાત્રે અંડરગારમેન્ટ્સ પહેરીને સૂવા માટે દરેક વ્યક્તિના અલગ-અલગ કારણો હોઈ શકે છે. કેટલાક લોકો અંડરગારમેન્ટ્સ પહેરીને સૂવામાં આરામદાયક અનુભવે છે જ્યારે અન્ય લોકોને લૂઝ કપડાં પહેરીને સૂવામાં આરામ લાગે છે. જો કે, સ્કિન ટાઇટ કપડાં અથવા અંડરગારમેન્ટ્સ પહેરીને સૂવું નુકસાનકારક હોઈ શકે છે. વાસ્તવમાં જ્યારે તમે સ્કિન ટાઇટ કપડાં અથવા અંડરગારમેન્ટ્સ પહેરીને સૂઈ જાઓ છો ત્યારે સ્કિન મુક્તપણે શ્વાસ લઈ શકતી નથી.


તેથી રાત્રે અંડરગારમેન્ટ્સ પહેરીને સૂવાનું ટાળવું વધુ સારું છે. વાસ્તવમાં આખો દિવસ બ્રા અને પેન્ટી પહેરવાથી વજાઇનાની આસપાસ ભીનાશ અને વ્હાઇટ ડિસ્ચાર્જ જેવી સમસ્યાઓ થઈ શકે છે, જે મહિલાઓમાં વજાઇનલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ વધારી શકે છે.


રાત્રે સૂવા માટે શું પહેરવું તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે


જો કે રાત્રે સૂતી વખતે દરેકને અલગ-અલગ પ્રકારના કપડાં પહેરવાથી આરામ મળે છે, પરંતુ જો તમારે આરામદાયક ઊંઘ લેવી હોય અને તમારા સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન થાય તેવું કરવું હોય તો તમે લૂઝ ફિટિંગ ટી-શર્ટ, પાયજામા અથવા નાઈટ સૂટ પહેરીને સૂઈ શકો છો. આનાથી પ્રાઈવેટ પાર્ટ્સમાં બ્લડ સર્કુલેશન યોગ્ય રીતે થશે. શરીરના તમામ અંગો મુક્તપણે શ્વાસ લઈ શકે છે. કોઇ પણ પ્રકારનું સ્કિન ઇન્ફેક્શન થશે નહી અને સ્વાસ્થ્ય સારું રહે છે.


રાત્રે વજાઇનાના પીએચ લેવલને યોગ્ય રાખવું જરૂરી છે. તેનાથી ચેપ ઓછો થાય છે. આવી સ્થિતિમાં પુરુષ અને મહિલા બંન્નેએ અંડરવિયર વગર સૂવું વધુ સારું છે. પ્રાઈવેટ પાર્ટ્સને ડ્રાય રાખો જેથી ફંગસ અથવા બેક્ટીરિયા વધવાની સંભાવના રહેશે નહીં.


રાત્રે કેવા કપડાં પહેરવા જોઈએ?


નાઇટવેર માટે કોટન પાયજામા શ્રેષ્ઠ છે. તે એક કુદરતી ફાઇબર છે જે અત્યંત નરમ, આરામદાયક છે અને રાત્રે સારી ઊંઘ આવે છે. વધુમાં કોટન પણ તમારી સ્કિન માટે સારુ રહેશે અને ફોલ્લીઓ અથવા બળતરા થવાની શક્યતા ઓછી છે.


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.


ખાલી પેટે કેમ ના પીવો જોઇએ જ્યૂસ?