Anti-valentine week: વેલેન્ટાઈન ડે વીતી ગયો. હવે એન્ટી વેલેન્ટાઈન ડે વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્લેપ ડે પછી લોકો કિક ડે ઉજવશે. લોકો માને છે કે કિક ડે પર તેઓ જે વ્યક્તિને પસંદ નથી કરતા તેને લાત મારે છે અથવા તે વ્યક્તિને તેમના જીવનમાંથી દૂર કરે છે. જો કે એવું નથી, કિક ડેને લોકો  અલગ અલગ દ્રષ્ટિકોણથી પણ મનાવે છે. જો તમે ઇચ્છો તો, આ દિવસે તમે તે બધી ખરાબ ટેવો દૂર કરી શકો છો જે તમારી સફળતાની દુશ્મન છે.


ધૂમ્રપાનની આદત


કિક ડેને આપ ખરાબ આદતોને છોડીને સેલિબ્રેટ કરી શકો છો.જે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે અંતર બનાવી રહી છે.  જેમકે ધૂમ્રપાન, જો તમારા પાર્ટનરને તમારી પીવાની કે ધૂમ્રપાનની આદત પસંદ નથી, તો આજે જ છોડી દેવાનું વચન આપો.


નકામા લોકોને દૂર કરો


જો તમને લાગે છે કે તમારી આસપાસ કેટલાક એવા લોકો છે. જેના કારણે તમે તમારા જીવનસાથી અને પરિવારને સમય આપી શકતા નથી, તો 'કિક ડે' મનાવીને તમારા જીવનમાંથી એવા લોકોને દૂર કરો જેમના સહયોગથી તમારા અંગત જીવન પર અસર થાય છે.


મિત્રોને કિક ?


જો તમે વેલેન્ટાઈન વીક જેવું એન્ટી-વેલેન્ટાઈન વીક માણવા માંગતા હોવ તો તમે 'કિક ડે' ઉજવી શકો છો. તમે તમારા મિત્રને તેની ઉંમર જેટલી વાર લાત મારશો. તમે અને તમારા મિત્રો આ ક્ષણે ઘણી મજા માણી શકો છો. પરંતુ આ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તમે આ ગેમ માત્ર મનોરંજન માટે રમી રહ્યા છો, તેથી એવું કંઈ ન કરો જેનાથી અકસ્માત થઈ શકે. તમારા મિત્રને પ્રેમથી કિક કરો.


સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર કિક


જો તમને પણ એવું લાગવા લાગે છે કે તમારો મોટાભાગનો સમય સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર પસાર થઈ રહ્યો છે. જે તમારી આંક  આંખો અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યું છે, તો તમે 'કિક ડે' પર આ આદતથી છૂટકારો મેળવી શકો છો.


આળસને પણ કિક મારો


જો તમારે તમારા જીવનમાં સફળ થવું હોય તો આજથી જ આળસ દૂર કરો. આળસ તમારો સૌથી મોટો દુશ્મન છે. આ કારણે, તમે માત્ર એક સારી તક ગુમાવશો નહીં, પરંતુ જ્યારે સમય આવશે, ત્યારે કોઈ તમારા પર વિશ્વાસ કરશે નહીં. જો તમે જીવનમાં સફળતા મેળવવા માંગતા હોવ તો આળસ દૂર કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે.