Foods that Increases Immunity: વર્ષ 2020 માં કોરોનાની મહામારીની શરૂઆતથી જ એક વિષય પર સૌથી વધુ વાત કરવામાં આવી, તે છે રોગપ્રતિકારક શક્તિ. આયુર્વેદમાં વર્ષોથી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જડીબુટ્ટીઓ અને દવાઓનું સેવન અસરકારક માનવામાં આવે છે. આ આવશ્યક દવાઓ (મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે જડીબુટ્ટીઓ) ઘણા પ્રકારના રોગોને દૂર કરીને આપણને મજબૂત બનાવવામાં મદદ કરે છે.


 નિષ્ણાતોના મતે, કોરોનાવાયરસ સૌથી પહેલા તે લોકો પર હુમલો કરે છે જેની  રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટ ઈન્ફેક્શનના વધતા સંક્રમણને જોતા આપણે આપણા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.  આપની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અને  આપ ઓમિક્રોન વેરિઅન્ટથી સુરક્ષા ઇચ્છતા હો તો રોજિંદા આહારમાં આ વસ્તુઓને ચોક્કસપણે સામેલ કરો.


આંબળાનું કરો સેવન


આંબળ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઘણી મદદ કરે છે. તે શિયાળામાં થતી શરદી, ઉધરસ જેવી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. કોરોનાની મહામારીમાં જાતને  સુરક્ષિત રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, આંબળા સેવન કરવું જોઈએ. આંબળામાં  વિટામિન સી, એમિનો એસિડ, પેક્ટીન જેવા પોષક તત્વો મોટી માત્રામાં હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેના સેવન માટે આપ  આંબળાનો રસ,  જામ, અથાણું વગેરેનું સેવન કરી શકો છો. તે લીવર, હૃદય, મગજ અને ફેફસાંને સ્વસ્થ રાખવામાં પણ કારગર છે.


અશ્વગંધાનું કરો સેવન


અશ્વગંધા આપણી ઇમ્યુનિટી વધારવા માટે કારગર છે. તે ભારત સહિત મધ્ય પૂર્વ આફ્રિકા સહિતના વિસ્તારમાં થાય છે તે રોગપ્રતિકારકશક્તિ વધારવાનું ઉત્તમ હથિયાર છે. તણાવ અનિંદ્રાની સમસ્યા પણ તેનાથી દૂર થાય છે.


તુલસીનું સેવન જરૂર કરો


તુલસી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે તે વરદાનથી ઓછું નથી. તે ઘણા પ્રકારના ચેપી રોગો સામે લડવામાં પણ ખૂબ અસરકારક છે. શિયાળાની ઋતુમાં, લોકો ઘણીવાર શરદી, ઉધરસ, તાવ (સીઝનલ ડિસીઝ) ની સમસ્યાનો સામનો કરે છે. આવી સ્થિતિમાં તુલસી આ તમામ રોગોને દૂર કરવામાં અસરકારક છે. આ સાથે તે ચિંતા, તણાવ અને થાક જેવી સમસ્યાઓને પણ દૂર કરે છે.


તુલસીના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ મોટી માત્રામાં જોવા મળે છે, જે શરીરમાં હાજર તમામ ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો આપ  દરરોજ સવારે  તુલસી ચાનું સેવનની આદત પાડશો તો તે પણ અનેક  બીમારીઓથી દૂર રાખવામાં મદદ કરશે.