Health Breakfast: સવારેમાં ઘરેથી નીકળતા પહેલા હેલ્ધી નાસ્તો કરવાની સ્વાસ્થ્ય નિષ્ણાંત સલાહ આપે છે. હેલ્થ નાસ્તાનો હેલ્થી લાઇફ સ્ટાઇલમાં ખૂબ જ મહત્વનો રોલ છે. હેલ્ધી નાસ્તો ઇમ્યુનિટી બૂસ્ટર છે. તો આવી જ ઝટપટ પર હેલ્ધી ડિશની રેસિપી જાણીએ...
સવારનો સમય એટલો વ્યસ્તતા ભર્યો હોય છે કે, સમજી નથી શકતું કે કે આટલા ઓછા સમયમાં શું નાસ્તો બનાવવો, ઓફિસ જતાં પહેલા હેલ્થી નાસ્તો તૈયાર કરવો જરૂરી છે. તો આવી સ્થિતિમાં નાસ્તો બનાવવા માટે વધુ સમય મળતો નથી. આજે અમે તમને ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો બનાવવાની રેસિપી જણાવી રહ્યા છીએ. તમે નાસ્તામાં મગની દાળના ચીલા બનાવી શકો છો. આ નાસ્તો તમે લીલા છાલવાળા મગ સાથે બનાવી શકો છો. મગની દાળના ચીલા બનાવવું એકદમ સરળ છે. શિયાળામાં ગરમાગરમ ચીલા (પુડલા)નો નાસ્તા ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકોથી લઈને વડીલો સુધી બધાને પુડલા ખૂબ જ પસંદ હોય છે. તો થોડી જ મિનિટોમાં મગની દાળના પુડલા કેવી રીતે તૈયાર થાય જાણીએ
ચીલા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. અહીં આજે અમે તમને મગની દાળમાંથી બનાવેલા ચીલાની રેસિપી જણાવીશું જેમાં વટાણાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ તેમાં ચીઝનું સ્ટફિંગ કરવામાં આવ્યું છે જે તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.
તેને બનાવવામાં ખૂબ જ સરળ છે, ચીલા બનાવવા માટે, મગની દાળને પીસવામાં આવે છે. આ પછી, તેમાં ડુંગળી અને લીલા મરચા ઉમેરવામાં આવે છે. તવા પર તેલ નાખ્યા પછી, આ બેટર ફેલાવો અને પનીરનું તૈયાર સ્ટફિંગ ઉમેરો.આ એક સરસ નાસ્તો છે જે તમે તમારી સાંજની ચા અથવા નાસ્તામાં પણ ખાઈ શકો છો. તમે તેને લીલી ચટણી અથવા ટામેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો.