Rahu Transit 2022 :મિથુન રાશિના લોકો માટે રાહુનું રાશિ પરિવર્તન મહત્ત્વનું બની રહ્યું છે. 12 એપ્રિલે રાહુનું રાશિચક્ર બદલાઈ રહ્યું છે. કયા સંજોગોમાં રાહુનું રાશિ પરિવર્તન આપના માટે શુભ ફળ આપશે અને કઈ બાબતોમાં અશુભ છે, ચાલો જાણીએ..
ધન સ્વાસ્થ્ય પર આપવું પડશે ધ્યાન
રાહુનું રાશિ પરિવર્તન મિથુન રાશિના જાતકો માટે ખર્ચમાં વધારો કરાવનાર છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું જરૂરી છે કારણ કે રાહુ ઇન્ફેકશનનો ગ્રહ છે. જેના કારણે તમારા સ્વાસ્થ્ય પર ખર્ચ વધી શકે છે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું પણ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. એપ્રિલ સુધી રાહુના પ્રભાવથી ધનહાનિ થઈ શકે છે. ખર્ચમાં અચાનક વધારો તમારા આર્થિક સંકટનું કારણ બનશે.
ઓફિસમાં પ્રતિદ્રંદ્રી પર રાખો નજર
કાર્યસ્થળ પર દરેક કામમાં અડચણ આવશે. ઓફિસમાં વિરોધીઓથી સતર્ક રહેવું તમારા માટે આ સમયે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. વેપારી વર્ગે પોતાના હરીફ પર નજર રાખીને કામ કરવું જોઈએ. તેઓ તમારી કામ કરવાની રીત અપનાવી શકે છે, જેના કારણે તમારે ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. વિદેશ પ્રવાસ થઈ શકે છે. કામના કારણે વિદેશ જવાની તક મળશે. આ સમય દરમિયાન તમે તમારા પરિવારથી દૂર રહેશો. જેના કારણે માનસિક તણાવમાં વધારો થશે. આ સમયે, રાહુ તમને જે પણ કાર્ય અથવા હેતુમાં મૂકશો તેમાં સફળતા મેળવવામાં મદદ કરશે. ઓફિસમાં તમારા બોસ અને સહકર્મીઓ સાથે સુમેળ જાળવી કામ કરો, કારણ કે રાહુ ષડયંત્ર જેવી સ્થિતિનું નિર્માણ કરી શકે છે. જેના કારણે તમારી ઈમેજ પર તેની ઊંડી અસર પડશે તેમજ પ્રમોશનમાં અડચણો ઉભી થઈ શકે છે.
ઉપાય: રાહુના રાશિ પરિવર્તનની નકારાત્મક પરિસ્થિતિની અસરને ઓછી કરવા માટે શનિવારના દિવસે કાળા અડદનું દાન કરવું