Weight Loss Tips: જો તમારે તમારા શરીરની ચરબી ઓછી કરવી હોય તો તેના માટે તમારે જિમ જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા કેટલાક નુસખાને અનુસરીને વજનને નિયંત્રિત કરી શકો છો.
આપણી પ્રાચીન પરંપરા આયુર્વૈદમાં દરેક સ્વાસ્થ્યલક્ષી સમસ્યાનું સમાધાન છે. જો આપ આપના વધતાં વજનથી પરેશાન છો તો તેનું આયુર્વેદિક સમાધાન પણ છે. જો આપ શરીરની ચરબીને ઓછી કરવા માંગો છો તો તો તેના માટે આપને જિમ જવાની જરૂર નથી. આપ ઘરે જ આયુર્વેદના નુસખા અજમાવીને વજનને કન્ટ્રોલ કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે
શરીરની ચરબીને ઓછી કરવાના આ છે આયુર્વૈદિક નુસખા
સવારના ખાલી પેટે લીંબુ પાણી પીવાથી મદદ મળે છે. તેનાથી આપની બોડીનું વજન ઝડપથી ઓછું થાય છે. વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સની ઉપસ્થિતના કારણે તે આપના ડાયજેશનને વધારે છે.
આ આપની બોડીને ડિટોક્સ કરવામાં બેહદ મદદ કરે છે
આદુ
શું તમે જાણો છો કે આદુ બ્લડ સુગર લેવલને સંતુલિત કરવામાં મદદરૂપ છે? આના કારણે વજન ઝડપથી ઘટે છે અને સાથે જ તમને તેનાથી ઘણા ફાયદા પણ થાય છે. તમને જણાવી દઈએ કે તેમાં આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ઓવર ઇટિંગથી રોકે છે. આદુ સોજાને ઘટાડે છે અને પાચનશક્તિ વધારે છે અને તમારી ભૂખ ઓછી કરે છે. આદુ વજન ઘટાડવા પ્રોત્સાહન આપી શકે છે. ઉપરાંત, આદુમાં રહેલા ઝિજરોન અને શોગોલ નામના સંયોજનો વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ સંયોજનો જટિલ શારીરિક પ્રક્રિયાઓમાં ફાયદાકારક હોઈ શકે છે જે ચરબીને દૂર કરવામાં મદદ કરે છે.
ત્રિફળા શરીરને ડિટોક્સ કરે છે
ત્રિફળા શરીરના ડિટોક્સ અને પાચન તંત્રને મદદ કરવામાં ખૂબ જ સારી ભૂમિકા ભજવે છે. તે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. જે આપના ચરબી કોષો દ્વારા ઉત્પાદિત ઝેરથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ત્રિફળા કુદરતી રેચક છે અને આંતરડાની ગતિને ઉત્તેજીત કરવામાં પણ મદદ કરે છે.
શરીરની તાસીર સમજીને વર્તો
જો આપના શરીરની પ્રકૃતિ અનુસાર ઘરે બનાવેલો ખોરાક ખાશો તો તે તમારા શરીરને સંતુલિત કરવામાં મદદ કરશે અને તમારું વજન ઝડપથી ઘટશે. આયુર્વેદમાં પણ શરીરને સંતુલિત રાખવા માટે આહાર અને જીવનશૈલીમાં ફેરફાર પર વિશેષ ધ્યાન આપવું પડે છે.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.