Young Tips:જો આપ હંમેશા યુવાન દેખાવા માંગતા હોવ તો સૌથી પહેલા આપને તણાવમુક્ત રહેવું પડશે. ખુશ રહો અને યંગ સ્કિન માટે રસોડાની આ વસ્તુઓનો ઉપયોગ કરો.
કોણ એવું હશે જે હંમેશા યુવાન અને સુંદર દેખાવા માંગતું નથી? . પોતાની ઉંમર છુપાવવા માટે, કેટલાક લોકો મેકઅપ કરે છે, કેટલાક સર્જરી કરાવે છે, પરંતુ જો તમે આ બધી બાબતોથી બચવા માંગતા હોવ અને યુવાન દેખાવા માંગો છો, તો તમે કેટલાક કુદરતી ઉપાયો કરી શકો છો. આ માટે તમારે ક્યાંય જવાની પણ જરૂર નહીં પડે. તમારા રસોડામાં જ કેટલીક એવી વસ્તુઓ છે, જેનો ઉપયોગ કરીને તમે તમારી ઉંમર કરતા 10 વર્ષ નાના દેખાઈ શકો છો. આવો અમે તમને જણાવીએ એવી વસ્તુઓ, જેનાથી તમારી ઉંમર વધતી જતી ઉંમરની સ્કિન પર અસર ઓછી કરી શકાશે.
બટાકામાં સુંદરતાનું રહસ્ય છુપાયેલું છે
બટાટા દરેક રસોડામાં સરળતાથી મળી જાય છે. તેમાં જ સુંદરતાનું રહસ્ય છુપાયેલું છે. તેમના ઉપયોગથી ઉંમરની અસર પણ ઓછી થાય છે. બટાકામાં વિટામીન-સી, વિટામીન-બી6, ફોસ્ફરસ અને ઝીંક પૂરતી માત્રામાં મળી આવે છે. તે ચહેરા માટે રામબાણ સાબિત થાય છે. બટાકાનો રસ ચહેરા પર લગાવવાથી ડાઘ-ધબ્બા દૂર થાય છે અને રંગ પણ સાફ થાય છે.
વધતી ઉંમરની અસર ઓછી કરવા ટામેટાં ખાઓ
ટામેટાંમાં હાજર શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ લાઇકોપીન કોષોને નુકસાનથી બચાવે છે અને તમને સુંદર અને યંગ બનાવે છે.ટામેટાંનો રસ ચહેરાને ગોરો અને ચમકદાર બનાવવામાં ઘણી મદદ કરે છે. તે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતા નુકસાનથી ચહેરાને પણ બચાવે છે. દરરોજ ટામેટાંનું સલાડ ખાવાથી ચહેરાની ચમક જળવાઈ રહે છે.
ફણગાવેલા અનાજમાંથી સુંદરતા મેળવો
જો આપ આપની ઉંમરને કાબૂમાં રાખવા માંગો છો તો આજથી જ તમારા આહારમાં થોડો ફેરફાર કરો. તમે ખાઓ છો તેના કરતાં તમારા આહારમાં અંકુરિત અનાજનો વધુ સમાવેશ કરો. ચણા, સોયાબીન અને મગને અંકુરિત કરો અને તેને દરરોજ ખાઓ. તેમાં વિટામિન, આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ અને મિનરલ્સ જેવા પોષક તત્વો મળી આવે છે, જે તમારું સ્વાસ્થ્ય પણ સારું બનાવે છે અને ત્વચા પર ચમક પણ લાવે છે.
ઓમેગા -3 ખોરાકનો ઉપયોગ કરો
યંગ દેખાવવા માટે આપને આહારમાં ઈંડા, અખરોટ, માછલી જેવી ઓમેગા-3 વસ્તુઓનો સમાવેશ કરો. આપના ચહેરા પર ક્યારેય કરચલીઓ નહીં પડે. ત્વચાની ટાઇટનેસ પણ જાળવાઇ રહે છે. ઉપરાંત ચહેરાની ચમક જાળવી રાખવા માટે વધુ પાણી પીવો.
ગ્રીન ટી સાથે ગ્લો મેળવો
તમે ગ્રીન ટીને તમારી દિનચર્યાનો ભાગ બનાવી શકો છો. તેમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. દરરોજ બેથી ત્રણ કપ ગ્રીન ટી પીવાથી વધારાની ચરબી દૂર થાય છે. ચહેરાની ચમક પણ જળવાઈ રહે છે. તે તમને હંમેશા સ્કિનને યંગ રાખે છે.
Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. આ જણાવવું જરૂરી છે કે. એબીપી અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.