Beauty Tips : ઘણીવાર પ્રેગ્નન્સી કે વજન ઘટ્યા પછી શરીરમાં ઘણા ફેરફારો જોવા મળે છે. તેમાંથીએક સ્ટ્રેચ માર્ક પણ છેજે ખૂબ જ સામાન્ય છેપરંતુ જો તમે ઇચ્છો તો પણ આ નિશાનોને દૂર કરવા સરળ કાર્ય નથી. તેનાથી છુટકારો મેળવવા માટે ઘણી સ્ત્રીઓ વિવિધ પ્રકારની ક્રિમ લગાવે છેઘણા ઉપાયો કરે છે પરંતુ તમામ બિનઅસરકારક છે. આવી સ્થિતિમાંકેટલાક ઘરેલું ઉપચાર તમારી સમસ્યાને દૂર કરી શકે છે. જાણો કેવી રીતે..


એલોવેરા


એરોવેરા એ તમામ સમસ્યાઓમાં અસરકારક છે જે ત્વચાને લગતી હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે. જો તમે સ્ટ્રેચ માર્કસ પર એલોવેરા રોજ લગાવો છોતો તેની અસર જલ્દી જ જોવા મળશે. નિશાન થોડા દિવસોમાં અદૃશ્ય થઈ શકે છે.


કાકડી અને લીંબુનો રસ


કાકડી અને લીંબુના રસમાં આયુર્વેદિક ગુણ હોય છે. તેનાથી અનેક પ્રકારની સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. આ બંને સ્ટ્રેચ માર્કસ પર પણ અસરકારક છેબંનેને સમાન ભાગોમાં ભેળવીને સ્ટ્રેચ માર્કસ પર લાગુ કરો. દરરોજ 10 થી 15 મિનિટ લગાવ્યા બાદ ધોઈ નાખવાથી થોડા દિવસોમાં માર્કસ આછા થઈ શકે છે.


નાળિયેર અને બદામ તેલ


સ્ટ્રેચ માર્ક્સના નિશાન ખૂબ જ ખરાબ લાગે છે ત્યારે આવી સ્થિતિમાં તમે તેને દૂર કરવા માટે નારિયેળ અને બદામના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. બંનેને સમાન માત્રામાં ભેળવીને સ્ટ્રેચ માર્કસ પર લગાવવાથી થોડા દિવસોમાં જ નિશાન ગાયબ થઈ જાય છે.


ઇંડા અને વિટામિન ઇ કેપ્સ્યુલ્સ


ઈંડા અને વિટામિન ઈની કેપ્સ્યુલનું મિશ્રણ પણ સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે.ઈંડાની સફેદીને વિટામિન ઈની કેપ્સ્યુલ સાથે મિક્સ કરીને સ્ટ્રેચ માર્કસ પર લગાવવાથી માર્ક્સ ઓછા થઈ જાય છે.


Happy And Long Life Tips: લાંબુ અને સુખી જીવન જીવવા માંગો છો, તો તરત જ બદલો આદતો


Happy And Long Life Living Tips: રોજના બિઝી શિડ્યુઅલમાં જો તમે તમારી હેલ્થ પર ધ્યાન ન આપી શકતા હો તો આ આર્ટિકલ ખાસ વાંચો. જો તમે હેલ્ધી અને લોંગ લાઇફ જીવવા ઇચ્છતા હો તો તમારે તમારી કેટલીક આદતો બદલવી જોઇએ.


હેલ્ધી અને લોંગ લાઇફ માટે અવોઇડ કરો આ આદતો


ભુખ ન લાગે તો પણ ખાવુ


ભુખ એ વાતનો સંકેત છે કે તમારુ પાછળનું જમવાનું સારી રીતે પચી ચુક્યુ છે. જ્યારે તમે ભુખ લાગ્યા વિના ખાવ છો તો તમારા લીવર પર તમે જરૂરિયાત કરતા વધુ બોજ નાંખો છો. ભુખ લાગ્યા વગર ખાવું અને ભુખ હોય તો પણ ન ખાવુ બંને બાબતો નુકશાન કરે છે.


અડધી રાતે સુવુ


સુવાનો સૌથી બેસ્ટ સમય રાતે 10 વાગ્યાનો છે. રાતે 10થી 2નો સમય પિત્ત પ્રધાન હોય છે. ત્યારે તમારુ મેટાબોલિઝમ ચરમસીમા પર હોય છે. જો તમે 7થી 7.30 વાગ્યે ખાવાનું બંધ કરી દો છો તો વસ્તુઓ ઝડપથી પચી જાય છે. આખો દિવસ તમે ખાધેલી વસ્તુઓ પણ ઝડપથી પચે છે. અડધી રાત બાદ સુવાથી તમારી ઉંઘની ક્વોલિટી તો ખરાબ થાય છેપરંતુ તમારી હેલ્થ પણ બગડે છે.


મોડી રાતે ખાવુ


સુર્યાસ્ત પહેલા અથવા સુર્યાસ્તના એક કલાકની અંદર અથવા તો રાતે વાગ્યા સુધી ખાવુ સૌથી સારી રીત છે. રાતે વાગ્યા બાદ ડિનર કરવુ તમારા મેટાબોલિઝમલિવર ડિટોક્સ અને ઉંઘને પ્રભાવિત કરે છે. તે સમયની સાથે ડાયાબિટીસકોલેસ્ટ્રોલમેદસ્વીતા અને હ્રદયની બિમારીઓને જન્મ આપે છે.


Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો