Mango Kheer Easy Recipe: જો તમે મીઠાઈના શોખીન છો તો તમને આ  ખીર ગમશે. ઉનાળાની ઋતુમાં કેરી રસિયા મનભરીને કરીઓ ખાઇ છે.  કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ ઉનાળાની ઋતુમાં, તમે ખીરને અલગ રીતે બનાવી શકો છો. આ રેસીપી છે મેંગો ખીર રેસિપી.


 તમે માત્ર શેક અથવા સ્મૂધીને બદલે ખીરની રેસિપી બનાવી શકો છો. તમે આ ટેસ્ટી કેરીની ખીર બનાવીને ફ્રીજમાં સ્ટોર કરીને પછી ખાઈ શકો છો. તો ચાલો અમે તમને કેરીની ખીરની સરળ રેસીપીની  સામગ્રી વિશે જણાવીએ


કેરીની ખીર બનાવવા માટેની સામગ્રી



  • પાકેલી કેરી - 3

  • દૂધ - 1 લિટર

  • તાજી ક્રીમ - 2 ટીસ્પૂન

  • માવો - 250 ગ્રામ

  • કસ્ટર્ડ પાવડર - 1 ટીસ્પૂન

  • કેવરા  જળના - 4 ટીપાં

  • ખાંડ - 250 ગ્રામ

  • કાજુ - 2 ટીસ્પૂન

  • બદામ - 1 - 200 ગ્રામ


કેરીની ખીર બનાવવાની રીત



  • સૌથી પહેલા તમે કેરીનો પલ્પ કાઢી લો. ત્યાર બાદ તેને પીસીને પેસ્ટ બનાવી લો.

  • આ પછી દૂધ ઉકાળો. આ પછી દૂધને 10 થી 15 મિનિટ સુધી ઉકાળો.

  • આ પછી દૂધમાં માવો ઉમેરો.

  • આમાં ફરીથી દૂધમાં કસ્ટર્ડ પાવડર ઉમેરો અને ત્યારબાદ કેરીનો પલ્પ ઉમેરો

  • આ પછી તેમાં ડ્રાય ફ્રૂટ્સ નાખો અને તેમાં તેમાં ખાંડ મિક્સ કરો.

  • આ પછી કેરી નાખો અને કેવરાનું પાણી ઉમેરો.

  • ગેસ બંધ કરો અને તેને ઠંડુ કરો અને ફ્રીજમાં રાખો.

  • તેને ઠંડુ થયા બાદ સર્વ કરો.


કેરીને ખાતાં પહેલા પાણીમાં આ માટે પલાળવી જરૂરી 




  • Soak Mangoes In Water Before Eating: કેરી કેવી રીતે ખાવી એ તો બધા જાણે છે, પરંતુ કેરી ખાવાની સાચી રીત એ છે કે પહેલા તેને 1-2 કલાક પાણીમાં પલાળી રાખો. તે પછી તમે કેરી ખાઓ.  આવું  શા માટે કરવું જોઇએ જાણીએ.


     ઉનાળો એ ફળોના રાજા કેરીની ઋતુ છે. મીઠી અને રસદાર કેરી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. બાળકથી માંડીને , વડીલો  દરેક તેના રસિયા હોય છે. કેરીને ચૂસીને કે કાપીને કે જ્યુસ કાઢીને  ખાઈ શકાય છે  પરંતુ શું તમે જાણો છો કે કેરી ખાવાની સાચી રીત કઈ છે.  વડીલોને કહેતા ઘણીવાર સાંભળ્યા હશે કે કેરી ખાતા પહેલા તેને પાણીમાં 1-2 કલાક પલાળી રાખો. હવે પ્રશ્ન એ થાય છે કે આવું કેમ કહેવાય છે? ખાતા પહેલા  કેરી પાણીમાં પલાળવામાં કેમ આવે છે.  ચાલો જાણીએ.


    કેરી ખાતા પહેલા શા માટે પાણીમાં પલાળવી જરૂરી?


     1- કેરીમાં ફાઈટિક એસિડ નામનું પ્રાકૃતિક તત્વ હોય છે, જે પાણીમાં પલાળવાથી દૂર થઈ જાય છે. જો તમે કેરીને પલાળ્યા વગર ખાશો તો તેનાથી શરીરમાં ગરમી  વધી શકે છે.


    2- કેરીને પલાળીને ખાવાથી તેના હાનિકારક તત્વો દૂર થાય છે. આ રીતે કેરી ખાવાથી શરીરને કોઈ નુકસાન થતું નથી અને દરેક વ્યક્તિ સરળતાથી તેનું સેવન કરી શકે છે.


    3- કેરી ખૂબ જ ગરમ હોય છે, તેને ખાવાથી પિત્તમાં અસંતુલન થાય છે. એટલા માટે કહેવાય છે કે કેરીને પાણીમાં પલાળી રાખો જેથી તેની ગરમી દૂર થઈ શકે અને તેનાથી થતાં  નુકસાનથી બચી શકાય.


    4- પાણીમાં પલાળેલી કેરી ખાવા પાછળનું કારણ એ પણ છે કે કેરીને અનેક પ્રકારના જંતુનાશકો અને રસાયણોથી પકાવવામાં આવે છે. આ સિવાય કેરી પર ધૂળ, ગંદકી અને માટી પણ જમા થઈ શકે છે, તેને પાણીમાં રાખવાથી આ બધા હાનિકારક તત્વો દૂર થઈ જાય છે.


    5- કેરીમાં થર્મોજેનિક તત્વો હોય છે, જેને ખાવાથી શરીરનું તાપમાન વધવા લાગે છે. પાણીમાં પલાળેલી કેરી ખાવાથી આ તત્વ ઓછું થઈ જાય છે. પલાળ્યા વગર કેરી ખાવાથી ત્વચાની સમસ્યા, પિમ્પલ્સ, કબજિયાત અને માથાનો દુખાવો  જેવી સમસ્યા થઈ શકે છે


     Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.