Sunday Breakfast Recipe: રવિવાર ખૂબ જ આળસુ દિવસ જેવો લાગે છે. આ દિવસે બાળકોની શાળાથી લઈને મોટા લોકોની ઓફિસ સુધી બંધ હોય છે. આવી સ્થિતિમાં રસોડામાં જઈને નાસ્તો બનાવવો મુશ્કેલ લાગે છે. ત્યારે ઘરના દરેક સભ્ય કોઈને કોઈ વિશેષ નાસ્તાની માંગ કરવા લાગે છે. આવી સ્થિતિમાં તમે ઇચ્છો તો તમે પનીર પેનકેક તૈયાર કરી શકો છો. તે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જશે અને તેને વધારે મહેનત કરવાની જરૂર નથી. પનીર પેનકેક તમારા આળસુ રવિવારના બ્રંચ માટે સંપૂર્ણ રેસીપી હશે. તો ચાલો જાણીએ પનીર પેનકેક કેવી રીતે બનાવવી.


પનીર પેનકેક માટેની સામગ્રી



  • એક કપ સોજી

  • 3/4 કપ દહીં

  • અડધી ચમચી મીઠું

  • ½ કપ પાણી

  • અડધી ચમચી ઈનો પાઉડર


પનીર મિશ્રણ માટેની સામગ્રી



  • બે ચમચી તેલ

  • એક બારીક સમારેલી ડુંગળી

  • 1 ગાજર બારીક સમારેલુ

  • બે ચમચી વટાણા

  • 2 ચમચી કેપ્સીકમ બારીક સમારેલા

  • મકાઈના દાણા

  • કાળા મરીનો પાઉડર

  • લાલ મરીનો ભૂકો

  • સ્વાદ માટે મીઠું

  • 1 કપ પનીર બારીક છીણેલું


પનીર પેનકેક બનાવવાની રેસીપી


સૌથી પહેલા એક મોટા બાઉલમાં એક કપ દહીં લો. તેમાં મીઠું નાખીને બરાબર હલાવી લો. દસ મિનિટ રહેવા દો. ત્યારબાદ ગેસ પર તવાને ગરમ કરો અને તેમાં બે ચમચી તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે અડધી ડુંગળીને બારીક સમારીને ઉમેરો. જ્યારે તે સોનેરી થવા લાગે ત્યારે તેમાં ગાજર, વટાણા, સ્વીટ કોર્ન, કેપ્સીકમ નાખીને પકાવો. ધ્યાન રાખો કે શાક વધુ બફાઈ ના જાય. હવે તેમાં મરી પાવડર, ચીલી ફ્લેક્સ અને મીઠું ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને છીણેલું પનીર ઉમેરો. આ બધી વસ્તુઓને હલાવતા રહો. હવે સોજીનું બેટર લો અને તેને શાકભાજી અને પનીરના મિશ્રણ સાથે મિક્સ કરો. આ બેટરમાં અડધી ચમચી ઈનો પાવડર ઉમેરો. તેની સાથે ત્રણ ચમચી પાણી ઉમેરો. તેના બેટરને ઈડલીના બેટરની જેમ એકદમ સ્મૂધ અને જાડું રાખો. પેનમાં તેલ નાખીને ગરમ કરો. તેના પર પનીર પેનકેક બેટર રેડો. લગભગ બે મિનિટ ઢાંકીને પકાવો. જ્યારે એક બાજુ સોનેરી થઈ જાય, ત્યારે પેનકેકને પલટાવો અને મીઠી ચટની અથવા લીલી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.