Fashion Tips: જો તમે શિયાળામાં મેરેજ એટેન્ડ કરવા જઈ રહ્યા છો, તો 5 સ્ટાઇલિશ અને ટ્રેન્ડી વેલ્વેટ બ્લાઉઝ ટ્રાય કરી શકો છો.


વેલ્વેટ બ્લાઉઝની આ ડિઝાઇન આપને ઠંડીથી બચાવશે અને સ્ટાલિશ લૂક આપશે.


હેવી ફુલ સ્લીવ બ્લાઉઝઃ જો આપને વિન્ટરમાં ફુલ સ્લીવનું બ્લાઉઝ પહેરવું હોય તો તમે આ પ્રકારનું ફુલ સ્ટડેડ વેલ્વેટ બ્લાઉઝ કોઈપણ સાદી સાડી પર પહેરી શકો છો. ચોકર સેટ અને સ્ટડ ઇયરિંગ્સ તેની સાથે આકર્ષક લૂક આપશે.








વેલ્વેટ ક્રોપ ટોપઃ આજકાલ ક્રોપ ટોપની ઉપર સાડી  ઇન ટ્રેન્ડ છે., આપ હાઈ નેક ફુલ સ્લીવ્ઝ ક્રોપ ટોપ પહેરીને, તમે તેની ઉપર કોઈપણ પ્રિન્ટેડ સાડી પહેરી શકો છો અને તેની સાથે જંક જ્વેલરી પહેરીને આપના લૂકને કમ્પલિટ કરી શકો છો.


લોંગ સ્લીવ બ્લાઉઝઃ આપ આપની બેઝિક સી પ્લેન સાડી પર કોન્ટ્રાસ્ટ કલરના આ પ્રકારના લોંગ સ્લીવ બ્લાઉઝને નાની બોર્ડર સાથે કેરી કરી શકો છો. તે તમને ખૂબ જ ટ્રેડિશનલ અને ક્લાસી લુક આપશે.




હાઈ નેક હોલ્ટર બ્લાઉઝઃ જો તમારે કંઈક સ્લીવલેસ પહેરવું હોય તો તમે આ પ્રકારનું વેલ્વેટ હાઈ નેક હોલ્ટર નેક બ્લાઉઝ કેરી કરી શકો છો. તે કોઈપણ સ્કર્ટ અથવા સાડી સાથે સંપૂર્ણ દેખાશે.


વી-નેક વેલ્વેટ બ્લાઉઝઃ આ પ્રકારનું ડીપ વી-નેક એલ્બો સ્લીવ બ્લાઉઝ કોઈપણ જ્યોર્જેટ, શિફોન કે ક્રેપ સાડીને રોયલ લુક આપે છે. તમે જોશો કે આ બ્લાઉઝની સ્લીવ્સ પર થોડું કામ કરવામાં આવ્યું છે અને આખા બ્લાઉઝ પર નાની-નાની ડિઝાઈન બનાવવામાં આવી છે.