Vastu Tips: હનુમાનજીની અલગ અલગ મુદ્રાની અલગ અલગ તસવીરનું અનેરૂ મહત્વ છે. વાસ્તુમાં જુદી જુદી સમસ્યા માટે તેમની વિભિન્ન મુદ્વાની તસવીરના નિશ્ચિત દિશા નિર્દેશ છે.


મંગળવાર અને શનિવાર હનુમાનજીની પૂજા અને ઉપવાસ માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે  વિધિ વિધાનથી  પૂજા કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થાય છે. બજરંગબલી ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગલ દોષ હોય તો મંગળવારે ભાવથી  હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિના મંગલ દોષ દૂર થાય છે.


જ્યોતિષમાં હનુમાનજીના દરેક સ્વરૂપનું અલગ-અલગ મહત્વ જણાવવામાં આવ્યું છે. સાથે જ વાસ્તુશાસ્ત્રમાં હનુમાનજીના અલગ-અલગ ફોટા યોગ્ય દિશામાં લગાવવાથી તે શુભ રહે છે. આવો જાણીએ હનુમાનજીનો ફોટો ક્યાં અને કેવી રીતે લગાવવો જોઈએ.


પંચમુખી હનુમાન
ઘરમાં પંચમુખી હનુમાનજીની તસ્વીર લગાવવાથી ઘરમાં કોઈપણ પ્રકારની સમસ્યા રહેતી નથી. તેને લગાવવાથી ઘરમાં માતા લક્ષ્મીની કૃપા બની રહે છે અને નકારાત્મક ઉર્જા દૂર રહે છે. જો કોઈ વ્યક્તિના ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય તો તેને હનુમાનજીની શક્તિ દર્શાવતો ફોટો લગાવવાની સલાહ આપવામાં આવે છે.


હનુમાનજીની તસવીર દક્ષિણ દિશામાં રાખો
એવું માનવામાં આવે છે કે હનુમાનજીની તસવીર  દક્ષિણ દિશામાં જ લગાવી  જોઈએ. કહેવાય છે કે હનુમાનજીનો પ્રભાવ દક્ષિણ દિશામાં વધુ હોય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહેતો નથી.


લાલ રંગના હનુમાન
ઘરની દક્ષિણ દિશામાં લાલ રંગનો હનુમાનજીનો બેઠેલી સ્થિતિની તસવીર  લગાવવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.


રામજીના ચરણોમાં બેઠેલા હનુમાન


ઘરની સભામાં રામ દરબારમાં રામજીના ચરણોમાં બેઠેલા હનુમાનજીની તસવીર લગાવવાથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ, વિશ્વાસ, સ્નેહ અને એકતા જળવાઈ રહે છે.


સંકટ મોચન હનુમાન પર્વત વહન


જો પરિવારના સભ્યોમાં હિંમત અને આત્મવિશ્વાસની કમી હોય તો ઘરમાં પહાડ ઉપાડતા હનુમાનજીનો ફોટો લગાવવો જોઈએ. તેનાથી પરિવારના સભ્યોનો આત્મવિશ્વાસ વધે છે.